Facial as well as hand-foot and nail care is also extremely necessary
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Fashion & Beauty
  • ચહેરાની સાથે સાથે હાથ-પગ અને નખની કાળજી પણ અત્યંત જરૂરી

ચહેરાની સાથે સાથે હાથ-પગ અને નખની કાળજી પણ અત્યંત જરૂરી

 | 11:00 am IST
  • Share

મેકઓવર :- શહનાઝ હુસૈન

મહિલાઓ પોતાના રોજબરોજના કામમાંથી પોતાની ત્વચા માટે તો સમય કાઢી જ લે છે. ચહેરાની જાળવણીની સાથે હાથ-પગ અને નખની કાળજી લેવી પણ ખૂબ જ જરૂરી છે.

બે ચમચી સૂર્યમુખીના તેલમાં ૩ ચમચી ખાંડ લઈને પેસ્ટ તૈયાર કરો, તેને હાથની ચામડી પર ઘસો તેનાથી ચામડી પરની કાળાશ દૂર થશે.

ચણાના લોટમાં હળદર ઉમેરીને પેસ્ટ તૈયાર કરો તે પેસ્ટનો ઉપયોગ કરીને સ્નાન કરો. તેનાથી ત્વચા સુંદર બનશે.

ત્વચા અને નખને નરમ પાડવા તથા તેને પોષવા માટે બદામનું તેલ અને મધ બંનેને મિક્સ કરીને તમારા હાથ, તથા નખ પર મસાજ કરો.

હાથ પરની કાળાશ દૂર કરવા લીંબુની છાલ ઘસો, લીંબુની છાલ નખ પર ઘસવાથી ચમક આવશે.

શુષ્ક ત્વચા માટે બે ચમચી મધ, ૧ ચમચી હર્બલ શેમ્પૂ, એક ચમચી બદામ તેલને એક ટબમાં હૂંફાળા પાણી સાથે મિક્સ કરો. ૨૦ મિનિટ સુધી હાથ-પગને તેમાં બોળી રાખો. તેનાથી ત્વચાને સફાઈ સરળ રીતે થઈ જશે.

૩ ચમચી ગુલાબજળમાં, બે ચમચી લીંબુનો રસ, એક ચમચી ગ્લિસરીન મિક્સ કરો, તેને હાથ-પગ પર પેકની જેમ અડધો કલાક સુધી લગાવી રાખો.

નખને સારો દેખાવ આપવા માટે તથા મજબૂત બનાવવા માટે નખની આસપાસની ચામડી તથા નખ પર નીલગીરીના તેલનાં બે ટીપાં અને એક ચમચી કોપરેલને મિક્સ કરીને આ તેલથી મસાજ કરો.

નખની ઉપર અને લાંબા નખની અંદરના ભાગ પર લીંબુ ઘસવાથી ચમક આવશે તે આકર્ષક દેખાશે.

અઠવાડિયે એક અથવા બે વખત નેઈલ પોલિશને દૂર કરો. ત્યારબાદ તરત જ બીજી નેઈલ પોલિશ કરવાનું ટાળો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન