Fact comes Pakistani Cricketer Yasir Shah in plane crash
  • Home
  • Corona live
  • પાકિસ્તાનમાં ભીષણ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આ જાણીતા ક્રિકેટરનું થયું મોત! હકીકત આવી સામે

પાકિસ્તાનમાં ભીષણ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં આ જાણીતા ક્રિકેટરનું થયું મોત! હકીકત આવી સામે

 | 4:40 pm IST

પાકિસ્તાનમાં શુક્રવારે એક ભીષણ વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં લગભગ 95થી વધુ લોકોના મોત થયા હોવાના સમાચાર છે. પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇન્સ(PIA) નું વિમાન કરાચી એરપોર્ટ પર લેન્ડિંગ કરતા પહેલા એક રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું હતું. આ દરમિયાન એવા સમાચાર વહેતા થયા કે પાકિસ્તાની કિક્રેટર યાસિર શાહ(Yasir Shah) પણ આ પ્લેનમાં હતો અને ક્રેશમાં તેની મોત થઈ ચૂકી છે. પરંતુ હવે આ અંગે સચ્ચાઈ સામે આવી છે.

આપને જણાવી દઈએ કે પાકિસ્તાનમાં પ્લેન ક્રેશ બાદ સોશિયલ મીડિયા પર એવી ખબર ફેલાવવા લાગી કે પાકિસ્તાની ક્રિકેટર યાસિર શાહનું મોત થયું છે. જો કે, આ સમાચાર વાયુવેગે ફેલાતા હવે યાસિર શાહે ખુદ સામે આવીને સોશિયલ મીડિયા પર પોતે જીવતો હોવાનું પ્રમાણ આપ્યું છે.

યાસિરે એક ટ્વિટ કરી લખ્યું કે,‘અલ્લાહની દુવાઓથી હું સુરક્ષિત છું અને ઘરે છું. અમે એવા તમામ લોકો માટે દુઆ કરી રહ્યા છીએ જેમને આ પ્લેન ક્રેશમાં પોતાનો પરિવાર ગુમાવ્યો છે. અલ્લાહ મરનારાઓને જન્નત આપે.’ પરંતુ થોડા સમય બાદ આ ટ્વિટ ડિલિટ કરવામાં આવ્યું જેનું કારણ અને રહસ્ય હાલ અકબંધ છે. આપણે જણાવી દઈએ કે યાસિરે પાકિસ્તાન માટે 39 ટેસ્ટ મેચમાં 213 વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં 12 વખત 4 અને 16 વખત પાંચ વિકેટનો રેકોર્ડ તેના નામે છે. જ્યારે 25 વન ડે મેચમાં 24 વિકેટ પોતાના નામે કરી છે.

આ વીડિયો પણ જુઓ: 3 લાખ જેટલા ઔદ્યોગિક એકમો કાર્યરત થયા – CMO અશ્વિનીકુમાર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન