લુપ્ત થઈ રહેલી ભાષાની જાળવણી અનિવાર્ય - Sandesh
NIFTY 11,435.10 +79.35  |  SENSEX 37,852.00 +207.10  |  USD 69.8950 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • લુપ્ત થઈ રહેલી ભાષાની જાળવણી અનિવાર્ય

લુપ્ત થઈ રહેલી ભાષાની જાળવણી અનિવાર્ય

 | 3:51 am IST

મારો મત :-  વરુણ ગાંધી

પેરુ ખાતે એમેઝોનના બેઝિન વિસ્તારમાં ફક્ત તૌશીરો ભાષા બોલનારાઓ જ બચ્યાં છે. આ વિસ્તારમાં રેસિગારો ભાષાનું ભવિષ્ય પણ ધૂંધળું જ છે. આ પ્રાચીન ઇન્કેન લેન્ડમાં સ્પેનિશ ભાષાની સંસ્કૃતિ પણ આવી સમાન હાલતમાં જ છે. છેલ્લી બે સદીમાં જ્યાં જ્યાં અંગ્રેજી ભાષાનો પ્રચાર અને પ્રસાર થયો છે ત્યાં ત્યાં સ્થાનિક ભાષાનો અસ્ત થઈ રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં છેલ્લી બે સદીઓમાં આવી પૂર્વજોના વખતથી ચાલી આવતી આશરે ૧૦૦ જેટલી ભાષાઓ વિલુપ્ત થઈ ગઈ છે. ભારતમાં પણ આવી જ સ્થિતિ છે. ૧૯૬૧માં કરવામાં વસતીગણતરીમાં એવી નોંધ લેવાઈ હતી કે ભારતમાં ૧,૬૫૨ ભાષાઓ બોલાઈ રહી છે અને લખાઈ રહી છે. ૧૯૭૧ની વસતીગણતરી વખતે ભાષાની આ સંખ્યા ઘટીને ૮૦૮ થઈ જવા પામી હતી. છેલ્લાં ૫૦ વર્ષમાં ભારતમાં ૨૨૦ ભાષાઓએ તેનું અસ્તિત્વ ગુમાવ્યું છે. ૨૦૧૩ના પીપલ્સ લિન્ગ્વિસ્ટિક સરવેમાં જણાવ્યા મુજબ બીજી ૧૯૭ ભાષાઓ લુપ્ત થવાને આરે છે. વિવિધતામાં આપણો વિશ્વાસ છતાં આપણે આ ભાષાઓનું જતન કરી શક્યા નથી. ખાસ કરીને ભાષા અને બોલીના સંદર્ભમાં આપણે તેની જાળવણીના કોઈ પ્રયાસો કર્યા નથી. ભાષાઓના મૃત્યુઘંટની ક્ષણો દ્વેષભાવનાથી હકડેઠઠ ભરેલી છે અને તેનો શોક વ્યક્ત કરવાની કે ભાષાનું જતન કરવાની પ્રેરણા આપણામાં રહી જ નથી.

સામાન્ય નોકરશાહી પણ ભાષા કે બોલીની કત્લેઆમ કરી શકે છે. બ્રિટિશ સરકારે ૧૮૭૧માં ક્રિમિનલ ટ્રાઇબ્સ એક્ટને અમલમાં મૂક્યો હતો જે પાછળથી ૧૯૫૨માં રદ કરવામાં આવ્યો હતો. આ કાયદામાં કેટલાક સમુદાયને ખાસ કરીને નોમેડિક સમુદાયનાં લોકોને જન્મથી જ ગુનેગાર ગણવામાં આવતાં હતાં. તેમને કલંકિત ગણવામાં આવતાં હતાં અને તેમની સાંસ્કૃતિક ઓળખ છુપાવવા તેમને ફરજ પાડવામાં આવતી હતી તેમની ભાષાને દબાવી દેવામાં આવી હતી. ભારત સરકારે તાજેતરમાં ભાષાની પરિભાષા નક્કી કરી છે જે મુજબ લિપિ અને લખાણ દ્વારા જે પોતાની ઓળખ ધરાવતી હોય અને તટસ્થ રીતે બોલવામાં જેનો અસરકારક રીતે ઉપયોગ થતો હોય તેને ભાષાનો સર્વસ્વીકૃત દરજ્જો આપી શકાય. ભારતમાં સત્તાવાર ભાષાની સંખ્યા હલ ૧૨૨ની છે. જે પીપલ્સ લિન્ગ્વિસ્ટિક સરવે દ્વારા નક્કી કરાયેલી ૭૮૦ ભાષા કરતાં ઘણી ઓછી છે. બીજી ૧૦૦ જેટલી ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે કે કેમ તે શંકાસ્પદ છે. ભાષામાં ઘટાડાનું મુખ્ય કારણ એ છે કે સરકાર એવી ભાષાને જ સ્વીકૃતિ આપે છે કે જે ૧૦,૦૦૦ કરતાં વધુ લોકો દ્વારા બોલવામાં કે લખવામાં આવતી હોય.

ભારતમાં જે ૧૯૭ ભાષાઓ તેનું અસ્તિત્વ ગુમાવવાના આરે છે તેમાંથી હાલ બે ભાષા બોરો અને મૈથેઈને જ ભારતમાં સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે, તેનો હજી લખવા માટે ઉપયોગ કરાઈ રહ્યો છે. સરકારની આ પ્રકારની કામગીરી એ બાબત ભૂલી જાય છે કે આપણા મહાન ગ્રંથો અને મહાકાવ્યો ભાષાની બોલવાની પરંપરાનું જતન કરતા હતા અને સદીઓથી આ ભાષાઓમાં મહાન ગ્રંથો અને મહાકાવ્યો લખાતાં આવતાં હતાં.

ભાષાનાં જતન, પ્રસાર તેમજ પ્રચાર માટે આપણે ફરી પુરાતન પદ્ધતિ અને સિસ્ટમ અપનાવવાં જોઈએ. બોલવામાં અને વ્યવહારમાં જેનો બહોળો ઉપયોગ થાય છે તેવી પ્રાચીન અને પરંપરાગત ભાષાઓને સરકારે માન્યતા આપવી જોઈએ. મૈસૂરમાં સરકાર દ્વારા ૧૯૬૯માં સ્થાપવામાં આવેલ સેન્ટ્રલ ઇન્સ્ટિટયૂટ ઓફ ઇન્ડિયન લેન્ગ્વેજિસ દ્વારા આ દિશામાં કેટલાંક ઉદાહરણીય પગલાં લેવામાં આવ્યાં છે અને કેટલીક ભાષાઓનું ડોક્યુમેન્ટેશન કરાયું છે. ભારતવાણી પોર્ટલ દ્વારા આવી ૧૨૧ ભારતીય ભાષાઓની વિગતો અને લખાણ તેમજ કન્ટેન્ટ પ્રસિદ્ધ કરવામાં આવ્યાં છે તેના ઓનલાઇન કોર્સ પણ ચલાવવામાં આવી રહ્યા છે. ભાષાઓનાં જતન અને જાળવણી માટે સ્કીમ ફોર પ્રોટેક્શન એન્ડ પ્રિઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ લેન્ગ્વેજિસ ઓફ ઈન્ડિયાનો અમલ કરાયો છે પણ આમાં સાધારણ પ્રગતિ જ સાધી શકાઈ છે. ભારતીય ભાષાઓના ડિજિટાઇઝિંગને માન્યતા આપવાનું કાર્ય હજી પ્રાથમિક તબક્કામાં છે.(ભારદ્વાજ કે. વી. ડિસે. ૨૦૧૭) તેનાં પ્રૂફરીડિંગ માટે પણ ગંભીર પ્રયાસો કરવા જરૂરી છે. આ બંને બાબતો કેટલીક ભાષાની જાળવણી માટે પડકારરૂપ છે.

ભાષાઓનાં જતન માટે એવી સ્કૂલો વિકસાવવી જોઈએ કે જ્યાં તેને ભણાવવામાં આવે અને આવી ભાષા બોલનારાઓને પ્રોત્સાહન અપાય. આ માટે આપણે નવા પ્રોજેક્ટ ટાઇગરને શરૂ કરવાની જરૂર છે. જે ભાષાઓ લુપ્ત થવાને આરે છે તેને જાળવવા માટે મોટાપાયે ડિજિટલ પ્રોજેક્ટનો અમલ કરવાની જરૂર છે. ભાષામાં સ્ટોરટેલિંગ, લોકસાહિત્ય અને ઇતિહાસનાં જતન માટે ઓડિયો વિઝયુઅલ ડોક્યુમેન્ટેશનની પણ જરૂર છે, જેમાં લોકસાહિત્ય અને ઇતિહાસથી તેની શરૂઆત કરવામાં આવે તે મહત્ત્વનું છે. આ માધ્યમનો ક્રોસ લેન્ગ્વેજ ઓપન સોર્સ ટૂલ્સ તરીકે ઉપયોગ કરી શકાય જેમાં લિન્ગ્યુલિબ્રે, કથાવિધાન અને ઉચ્ચારણોને વધારે મહત્ત્વ આપવાની જરૂર છે જેથી પ્રોનાઉન્સિએશન લાઇબ્રેરી કાર્યરત કરી શકાય. ડોક્યુમેન્ટેશન માટે ગ્લોબલ લેન્ગ્વેજ હોટસ્પોટનો પણ ઉપયોગ કરી શકાય. ભાષાનાં સંશોધન માટે તેનો ડેટાબેઝ ઊભો કરી શકાય અને જે પરિવાર આવી ભાષાનો ઉપયોગ કરતો હોય તેને આ કાર્યમાં જોડી શકાય, જેમ કે ઉડિયા ભાષા માટે હો મુન્ડા અને ખાડીઆ તેમજ કુઈ પરિવારોને કાર્યમાં જોડી શકાય. આવી ભાષા બોલવા માટે યુવાનોને પ્રોત્સાહન આપી શકાય.

ભાષાઓની જાળવણી તેનાં ડોક્યુમેન્ટેશનને બદલે આવી ભાષા બોલનારાઓને વધુને વધુ પ્રોત્સાહન આપીને કરી શકાય. ભોજપુરી ભાષાની જેમ મહારાષ્ટ્રમાં મેહાલી અને ગુજરાતમાં સીદી તેમજ સિક્કિમમાં માજહી ભાષાનો આ રીતે પ્રસાર અને જાળવણી કરી શકાય. આવી ભાષા બોલનારાઓને સરકાર દ્વારા પ્રોત્સાહન અને મદદ મળી રહે તે જરૂરી છે.

ભારત એ ભાષાઓથી સમૃદ્ધ દેશો પૈકીનો એક છે પવલવ પાપુઆ ન્યૂ ગિનીમાં ૧,૧૦૦થી વધુ અને ઇન્ડોનેશિયામાં ૮૦૦થી વધુ ભાષાઓ અસ્તિત્વ ધરાવે છે. આપણે જ્યારે કોઈ ભાષાને ખોઈ બેસીએ છીએ કે તેનું અસ્તિત્વ ગુમાવીએ છીએ ત્યારે તેની ખોટ સમગ્ર વિશ્વને પડે છે. તેની સાંસ્કૃતિક વિરાસત, દંતકથાઓ અને વિધિઓને પડે છે. પ્રાચીન વારસો જાળવી રાખવા માટે પણ ભાષાનું જતન મહત્ત્વનું છે. જે ભાષા ઓછી બોલાતી હોય તેની અવગણના કરવાનું પણ સલાહભર્યું નથી.

હિન્દી જેવી ભાષા સાથે બીજી ૧૨૬ ભાષાઓ સંકળાયેલી છે. આવી ભાષાનાં મૂળ જ કાપી નાખીએ તો સરવાળે તમામ ભાષાને વત્તાઓછા અંશે તેની અસર થવાની છે. ભીલ જેવી ભાષા બોલનારા અને તેનો ઉપયોગ કરનારાની સંખ્યામાં છેલ્લા બે દાયકામાં ૮૫ ટકાનો વધારો થયો છે. આપણે આ માટે સામાજિક જાગ્રતિ સાથે બોલવામાં તેમજ લખવામાં તેનો ઉપયોગ જળવાઈ રહે તે જોવાનું છે. આપણે આધુનિકતા અપનાવવા માટે તમામ સ્વરૂપમાં બહુવિધ ભાષાઓને અપનાવતાં શીખવું પડશે.

;