લંડનમાં ટ્રેન વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, યુવકની ધરપકડ - Sandesh
  • Home
  • World
  • લંડનમાં ટ્રેન વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, યુવકની ધરપકડ

લંડનમાં ટ્રેન વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ, યુવકની ધરપકડ

 | 1:01 pm IST

લંડનમાં આતંકવાદી વિરોધી કાયદા હેઠળ 19 વર્ષના યુવકની ધરપકડ કરાઈ છે. શહેરમાં અન્ડર ગ્રાઉન્ડ ટ્રેનમાંથી વિસ્ફોટક મળી આવ્યા પછી આ યુવકને ઝડપી લેવાયો હતો. આ યુવક વિશે વધુ માહિતી અપાઈ નથી.

લંડનના ટ્રાન્સપોર્ટ નેટવર્કને નિશાન બનાવવાનું આ કાવતરું હોવાનું મનાય છે. પોલીસે વિસ્ફોટકને નિષ્ફળ બનાવ્યાના એક દિવસ પછી આ યુવાનને ઝડપી લીધો હતો. સંરક્ષણ મંત્રાલયે તેના કર્મચારીઓને પાઠવેલા મેમોમાં જણાવ્યું હતું કે યુવકે અન્ય સ્થળોએ પણ વિસ્ફોટકો ગોઠવ્યા હોવાની શક્યતા છે. શનિવારે લંડનની અન્ડરગ્રાઉન્ડ ટ્રેનમાંથી આઈઈડી મળી આવ્યું હતું. જોકે વિસ્ફોટકો કોણે મુક્યા હતા અને તેની પાછળના આશયની હજુ સુધી જાણકારી મળી નથી.

નજરે જોનારાઓના જણાવ્યા અનુસાર પોલીસે જેકેટ અને જિન્સધારી યુવકની ધરપકડ કરી છે. આ ઘટના પછી સમગ્ર લંડનમાં સુરક્ષા વ્યવસ્થા ઘનિષ્ઠ બનાવી દેવાઈ છે. પૂર્વ લંડનના એક રેલવે સ્ટેશને શુક્રવારે એલાર્મ વાગતાં સ્ટેશન ખાલી કરાવી દેવાયું હતું. સાત કલાક સુધી સ્ટેશન બંધ રખાયું હતું. ત્યારપછી પોલીસે વિસ્ફોટક શોધી તેને નાશ કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન