વિશ્વાસ અને શ્રદ્ધા જ પરિણામ બદલી શકે - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • વિશ્વાસ અને શ્રદ્ધા જ પરિણામ બદલી શકે

વિશ્વાસ અને શ્રદ્ધા જ પરિણામ બદલી શકે

 | 12:09 am IST

આર્ટ ઓફ લિવિંગ :- શ્રી શ્રી રવિશંકર

એક વિશ્વાસ અને શ્રદ્ધા રાખો કે પરિણામ તમે ધારો છો તેનાથી પણ સારું જ આવશે. શ્રદ્ધાને કારણે તમે તમારાં કાર્યો અને સફળતા અંગેની તપીશથી છુટકારો મેળવી શકો છો. એ તપીશ તમારી વધુ પડતી પ્રવૃત્તિઓને કારણે પણ હોઈ શકે. ઊંઘ લેવાથી, વાંસળીવાદન સાંભળવાથી અને ઠંડા પાણીનું સ્નાન કરવાથી તમને રાહત મળી શકે.

જ્યારે તમે કોઈ અતિ અગત્યનું કામ કરતા હોવ ત્યારે થોડીક ક્ષણો માટે સાવ અસંબંધિત, અર્થ વિનાનું નજીવું કામ કરો.

આ તમારી સૃજનાત્મકતાને વધારશે. સંબંધિત દરેક કાર્ય તમને કર્મો સાથે બાંધી રાખે છે. અસંબંધિત દરેક કાર્ય તમારા જીવનને પણ એક રમત બનાવે છે.

વૈરાગ્ય કેળવો. એટલું જાણી લો કે બધી જ વાતો એક કે બીજી રીતે બદલાય છે -વીતી જાય છે અને તેનાથી કોઈ ઝાઝો ફરક પડતો નથી. ધ્યાન અને શ્વસન ક્રિયા તમને શાંત કરે છે.

મિથ્યા સુરક્ષાભાવ તમારી શ્રદ્ધાને વિકસવા નથી દેતી જ્યારે તમે એ સુરક્ષાનો ત્યાગ કરશો ત્યારે જ શ્રદ્ધાનો વિકાસ થશે. જ્યારે તમે તમારા જીવનને સુરક્ષાના ઘેરામાં રાખો છો ત્યારે શ્રદ્ધાને તમે દૂર કરો છો. એ શ્રદ્ધા જ છે જે તમારામાં પૂર્ણતા લાવે છે. શ્રદ્ધા જ સૌથી મોટી સુરક્ષા છે.

જો તમારી પાસે આર્િથક સુરક્ષા છે અને શ્રદ્ધા નથી તો (પણ) તમે ડરતા જ રહેવાના. તમારે તમારી બધી જ ભૌતિકતાઓને મનમાંથી દૂર કરવી જોઈએ. જે તે વસ્તુઓને ખોટા સ્થાને રાખવાથી અર્થહીન સુરક્ષા ઊભી થાય છે. નોકરીનું હોવું, ઘર અને મિત્રો હોવા એ બધા માત્ર સુરક્ષાના ભ્રમ છે. ઘરને જ્યાં છે ત્યાં રહેવા દો, મનમાં નહીં. પૈસાને બેન્ક અથવા ગજવામાં રાખો, મનમાં નથી. કુટુંબ અને મિત્રોને તેઓ જ્યાં છે ત્યાં રાખો, મનમાં નહીં.

તમારી એકમાત્ર સુરક્ષા છે ઈશ્વર. શ્રદ્ધાનો અર્થ છે તમારી જરૂરિયાતો હંમેશાં પૂરી થશે. શ્રદ્ધા એટલે ઈશ્વરને તમારી બાબતમાં એનું નિર્ધારેલું કામ કરવાનો મોકો આપવો. તમારું શરીર આ જગત માટે છે. તમારો આત્મા ઈશ્વર માટે.

અવાજમાં શ્રદ્ધા રાખો અને ત્યાંથી આગળ વધી મૌનમાં શ્રદ્ધા રાખો. જ્યારે અવાજ સુખદ હોય ત્યારે તેમાં શ્રદ્ધા રાખો જ્યારે અવાજ અરુચિકર હોય ત્યારે મૌનમાં શ્રદ્ધા રાખો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન