રાજકોટમાં નકલી ઘી બનાવતુ કારખાનું ઝડપાયું, 30 વર્ષના યુવકની કરતૂત - Sandesh
  • Home
  • Gujarat
  • રાજકોટમાં નકલી ઘી બનાવતુ કારખાનું ઝડપાયું, 30 વર્ષના યુવકની કરતૂત

રાજકોટમાં નકલી ઘી બનાવતુ કારખાનું ઝડપાયું, 30 વર્ષના યુવકની કરતૂત

 | 3:55 pm IST

રાજકોટમાં ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીનો પોલીસે પર્દાફાશ કર્યો છે. રાજકોટના વિજય પ્લોટ વિસ્તારમાં રહેતો કેવલ માંડલીયા ૪૦ ડુપ્લીકેટ ઘી અને ૧૪ સોયાબીન તેલના ડબ્બા સાથે ઝડપાયો છે. છેલ્લા ઘણા સમયથી નારાયણનગરમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનું કારખાનું ધમધમી રહ્યું હતું.

રાજકોટ પોલીસે શહેરના નારાયણનગરમાંથી ડુપ્લીકેટ ઘીનો જથ્થો ઝડપી પડ્યો હતો. જેમાં ડુપ્લીકેટ ઘીના 10 ડબ્બ્બા, મહાકોષ કંપનીના 30 ડબ્બા, સોયાબીનના 14 ડબ્બા સહિત ગેસનો ચૂલો અને તપેલા સહિત રૂ 59,410નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે, નારાયણનગરના વિજય પ્લોટ નંબર 10માં નકલી ઘી બનાવવામાં આવે છે. તેથી પોલીસે દરોડો પાડીને કેવલ માંડલીયા નામના 30 વર્ષના શખ્સને પકડી પાડ્યો હતો. આ શખ્સ છેલ્લા ત્રણેક મહિનાથી નકલી ઘી બનાવીને રાજકોટ તથા તેની આસપાસના ગામોમાં સપ્લાય કરતો હતો. તે નાના વેપારીઓને ઓછા ભાવે ઘી વેચતો હતો, જેથી તેનું ઘી પણ વેચાઈ જતું. પોલીસે હાલ તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

કેવી રીતે બનાવતો નકલી ઘી
નકલી ઘી બનાવવા માટે તે વનસ્પતિ ઘી અને સોયાબીન તેલને મિક્સ કરી ખુબ ઉકાળતો હતો. બાદમાં તેમાં સુગંધ આવે તે માટે એસેન્સ અને ચોખ્ખુ ઘી દેખાય એ માટે થોડો પીળો કલર ભેળવી દેતો હતો.