ફેક જોબ રેકેટઃ વધુ ત્રણની ધરપકડ સાથે પાંચ આરોપીઓ જેલભેગા - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • ફેક જોબ રેકેટઃ વધુ ત્રણની ધરપકડ સાથે પાંચ આરોપીઓ જેલભેગા

ફેક જોબ રેકેટઃ વધુ ત્રણની ધરપકડ સાથે પાંચ આરોપીઓ જેલભેગા

 | 12:16 am IST

મુંબઈ, તા. ૧૪

૭૦ જેટલા નોકરીવાંચ્છુઓને પોલીસદળ, રેલવે અને પાલિકામાં નોકરી અપાવવાનું કહી તેમની પાસેથી સવા કરોડ કરતાં પણ વધુ રૂપિયા પડાવનાર નટવરલાલ લલિત ઓમપ્રકાશ સાવંતની ધરપકડ બાદ હવે એ કેસમાં વધુ ત્રણ ધરપકડ કરાઈ છે.

કુલ પાંચે આરોપીઓ લલિત સાવંત, મંગલ સિંહ ઉર્ફ પપી, રોહિત ગૌતમ, દિનેસ બરવાડીયા ને મંગળવારે કોર્ટમાં હાજર કરાતા કોર્ટે તેમને ૧૫ ફેબ્રુઆરી સુધીની પોલીસ કસ્ટડી આપી હતી. જ્યારે મહિલા આરોપી મયૂરા મકવાણાને જેલ કસ્ટડીમાં મોકલી અપાઈ હતી.

પોલીસ તપાસમાં જણાઈ આવ્યું હતું કે મયૂરા મકવાણા લલિતને બનાવટી સરકારી આઇકાર્ડ અને અપોઇન્ટમેન્ટ લેટર માટેના બનાવટી સ્ટેમ્પ્સ (સિક્કા) પૂરા પાડતી હતી.

મંગલ સિંહની મદદ લઇ તે સાંતાક્રુઝમાં અનેક ઓફિસો માટે સ્ટેમ્પસ બનાવનાર રોહિત અને દિનેશ સુધી પહોંચી હતી અને તેમની પાસેથી સ્ટેમ્પ લઇ એ લલિતને પહોંચાડતી હતી.

પોલીસદળની જ્યારે નાયગાવ હેડક્વાર્ટરમાં ભરતી ચાલી રહી હતી ત્યારે લલિત સાવંત તેની બહાર પોલીસદળમાં જોડાવા માગતા યુવાનોને મળતો. તે પોતાને સ્પેશ્યલ બ્રાંચનો આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ જતાવી તેમને નોકરી અપાવાનું કહી તેમની પાસેથી રૂપિયા પડાવતો.

ઉમેદવારો તેના પર શક ન કરે એ માટે તે તેમની પાસેથી રૂપિયા લીધા બાદ પ્રોસિજર મુજબ તેમની મેડિકલ ટેસ્ટ પણ કરાવતા. તેમને અપોઇન્ટમેન્ટ લેટર અને આઇડી કાર્ડ પણ ઇશ્યુ કરતો. એટલંુ જ નહી પોલીસ ઓફિસરો અને કર્મચારી માટે યુનિફોર્મ સિવતા નાયગાંવના દરજી પાસે જ તેમને યુનિફોર્મ સિવડાવવા કાપડ આપીને મોકલાવતો. એનાથી ઉમેદવારો તેના પર શક કરતા નહી.

;