fake-mails-like-income-tax-department-addresses-hackers-sending
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • શું ઈન્કમ ટેક્સ ડિપોર્ટમેન્ટના નામે મળી રહ્યા છે ITRના મેલ, તો વાંચી લો આ અહેવાલ

શું ઈન્કમ ટેક્સ ડિપોર્ટમેન્ટના નામે મળી રહ્યા છે ITRના મેલ, તો વાંચી લો આ અહેવાલ

 | 12:17 pm IST

હાલ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાનો સમય છે. જેથી ઈન્ટરનેટ પર છેતરપીંડી કરીને ઠગનાર લોકો સક્રિય થયા છે. ટેક્સપેયર્સને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના મેલ જેવા લિંકથી મેલ મળી રહ્યા છે, જેમાં કહેવામાં આવી રહ્યું છે કે ‘રિફંડ અમાઉંટ’ મેળવવા માટે પોતાના નેટવર્કિંગ ડિટેલ્સ આપે. છેતરપીંડી કરનાર લોકો પાસેથી જે મેલ મળી રહ્યો છે, તેમના આઈડી છે [email protected] જ્યારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના આઈડી [email protected] છે.

નકલી મેલ આઈડી અને સાચા સરકારી આઈડીમાં બે અંતર છે. નકલી મેલમાં માત્ર ફાઈલિંગ છે, જ્યારે સાચા સરકારી મેલ આઈડીમાં ફાઈલિંગ પહેલા ઈ-ફાઈલિંગ છે. બીજી અંતર ફાઈલિંગના સ્પેલિંગને લઈને છે. બોગસ મેલ આઈડીમાં (filling)માં ડબલ એલ (ll) છે, જ્યારે ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના મેલ આઈડીમાં ફાઈલિંગ (filing)નો સાચો સ્પેલિંગ એટલે સિંગલ એલ (l) છે.

ઈનમકમ ટેક્સ ડિપોર્ટમેન્ટના પ્રવક્તાએ બુધવારે જણાવ્યું કે, અમે અમારી વેબસાઈટ પર ચેતવણીઓ જાહેર કરતા રહીએ છીએ. સાથે અમે ટેક્સપેયર્સને ટેક્સ્ટ મેસેજ મોકલીને પણ ઓનલાઈન ફ્રૉડ વિશે સચેત કરીએ છીએ. મારું માનો તો આ પ્રકારના શંકાસ્પદ મેલનો જવાબ ન આપો અને તેની સાથે બેંક એકાઉન્ટ કે ક્રેડિટ કાર્ડ ડિટેલ્સ પણ શેયર ન કરો, કારણ કે અમે ગ્રાહકની સાથે આવી કોઈ ડિટેલ્સની માંગણી કરતા નથી.

જો કે, ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટની વેબસાઈટ પર આવી કોઈ ચેતવણી મળી નથી, પરંતુ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ (CA) અને ટેક્સ રિટર્ન કરનાર (TRP)એ વૉટ્સએપ પર ચેતવણી જરૂર જાહેર કરી છે. વૉટ્સએપ મેસેજમાં લખવામાં આવ્યું છે કે, જે લોકોને રિટર્ન ફાઈલ કર્યા બાદ ટેક્સની ગણતરીમાં ભૂલ અને રિફંડ એમાઉન્ટ મોકલવાને લઈને મેલ મળી રહ્યા છે, તેમના માટે એક મહત્વપૂર્ણ જાણકારી- કૃપા આવા મેલને નજરઅંદાજ કરો. આ મેલ હેકર્સ મોકલી રહ્યા છે. આ મેલ પર ક્લિક કરતા સીધા નેટવર્કિંગ પેજ ખૂલી જશે અને તમે જેવું તમારું નેટવર્કિંગ સાઈટ લૉગ ઈન કર્યું, તમારું બેંક એકાઉન્ટ હેક થઈ જશે. ધ્યાન રાખો, ઈનકમ ટેક્સ ડિપોર્ટમેન્ટ તમને મળનાર રિફંડની જાણકારી પ્રોપર નોટિસ મોકલીને આપશે.