Fake Police and A Women Gave Threat To Man And Did Cheating Of 1.66,500
  • Home
  • Baroda
  • રસ્તામાં રાત્રે કોઇ સુંદર મહિલા લિફ્ટ માંગે તો ચેતજો, ક્યાંક આવી હાલત ના થાય

રસ્તામાં રાત્રે કોઇ સુંદર મહિલા લિફ્ટ માંગે તો ચેતજો, ક્યાંક આવી હાલત ના થાય

 | 10:40 pm IST

વડોદરાનાં સમા-સાવલી રોડ પર વયોવૃદ્ધ બપોરનાં સમયે નિમેટાથી વડોદરા આવી રહ્યા હતા તે સમયે એક મહિલાએ તેઓની પાસે લિફ્ટ માગી હતી. અજાણી મહિલાએ બાઈક પર બેસાડી વડોદરા આવી રહ્યા હતા તે સમયે રીક્ષામાં આવેલા ચાર ઈસમોએ તેઓને રોક્યા હતા અને ધાક-ધમકી આપી હતી. રીક્ષામાં આવેલા અજાણ્યા 4 પોતે પોલીસવાળા છે એમ કહીને, “તમે ખોટા ધંધા કરો છો, તમને બળાત્કારના કેસમાં ફસાવી દઈશું” તેમ કહી વયોવૃદ્ધને ધમકાવ્યા હતા. ચાર ઈસમોએ પાંચ લાખ રૂપિયાની માગણી કરી હતી. તો વયોવૃદ્ધે કહ્યું કે તમે મારા ઘરે ચલો તો હું તમને પાંચ લાખ નહીં આપી શકું ત્યારે ચાર ઈસમોએ 1.50 લાખની માગણી કરી હતી.

વયોવૃદ્ધને રિક્ષામાં બેસાડી ચારેય જણા તેમના ઘર બાજુ ગયા હતા. ઘરે જતા વયોવૃદ્ધનાં પર્સ-એટીએમમાંથી 9000 કાઢી લીધા હતા અને ઘરે ગયા બાદ વયોવૃદ્ધે તેમની પત્નીને કહ્યું કે, “અકસ્માત થયો છે. 1.50 લાખ મારે આપવા પડશે.” તેમ કહી પૈસા લીધા હતા. 5 લાખની માંગ સામે દોઢ લાખ આપ્યા બાદ આજે બાકીનાં નાણા લેવા ચાર ઈસમો રીક્ષામાં પહોંચ્યા હતા. જેમાં ચાર પૈકી ત્રણ જણ તેમના ઘરે ગયા હતા સ્થાનિકોએ રીક્ષામાં આવેલા ત્રણ પૈકી બેને પકડી લીધા હતા અને એક જણ ભાગી ગયો હતો. આ અંગેની માહિતી આપતા પોલીસ ઘટનાસ્થળ પર દોડી આવી હતી અને બંને આરોપીને ઝડપી લીધા હતા.

બે નકલી પોલીસની પૂછતાછ કરતા તેઓએ સલીમ શેખ અને દાઉદ હોવાનું જણાવ્યું હતુ. સમા પોલીસે આરોપીની સઘન પૂછપરછ દરમિયાન આરોપી ઠાકોર ભાઈ ઇશ્વરભાઇ પટેલ અને અનિલ રાણા સાથે એક અન્ય મહિલા સાથે મળીને વયોવૃદ્ધ પાસેથી 1.66,500 રૂપિયા પડાવ્યા હોવાની કબૂલાત કરી હતી. સમા પોલીસે બે આરોપીની ધરપકડ કરી નામદાર કોર્ટમાં આજે રજુ કર્યા હતા અને ફરાર બીજા બે આરોપી અને એક મહિલા આરોપીની શોધખોળ ચાલુ કરી છે.

ઉલ્લેખનીય છે કે શહેરમાં વારંવાર આવી ગેંગ લોકોને શિકાર બનાવતી હોય છે અને લોકો પણ પોતાની આબરૂ સમાજ ના બગડે તે માટે આવી ગેંગને રૂપિયા આપતા હોય છે. પોલીસ ફરિયાદ પણ કરતા નથી. હવે આ બે આરોપીનાં રિમાન્ડ દરમિયાન બીજા અન્ય કેટલા લોકો આ ટોળકીનાં ભોગ બન્યા છે તે બહાર આવશે.