Fake recharge Message viral on the name of Jio Company
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • જિયો કંપની 31 માર્ચ સુધી આપી રહી છે રૂ.498નું ફ્રી રિચાર્જ, જાણો મેસેજની સાચી હકીકત

જિયો કંપની 31 માર્ચ સુધી આપી રહી છે રૂ.498નું ફ્રી રિચાર્જ, જાણો મેસેજની સાચી હકીકત

 | 11:14 pm IST

હાલ આખું વિશ્વ કોરોના વાયરસથી લડી રહ્યું છે. ત્યારે આ જીવલેણ વાયરસે ભારતમાં પણ પગપેસારો કર્યો છે. જેથી સરકારે સમગ્ર દેશમાં 21 દિવસ સુધી લોકડાઉન કર્યું છે અને લોકોને ઘરની બહાર ના નીકળવા વિનંતી કરી છે. એવી પરિસ્થિતિઓમાં મોટાભાગે સેક્ટર્સમાં લોકો ‘વર્ક ફ્રોમ હોમ’થી કામ ચલાવી રહ્યા છે. ત્યારે ઘરેથી કામ કરવા માટે ઇન્ટરનેટની વધુ જરૂર પડે છે. તેથી હાલ ઇન્ટનરનેટની માંગમાં વધારો થયો છે.

આ સ્થિતિ જોતા કેટલાક જિયો ગ્રાહકોને લૂંટવાવાળા સક્રિય થયા છે. જિયો કંપનીના નામે હાલ એક મેસેજ વાયરલ થયો છે. જેમાં 31 માર્ચ સુધી ફ્રી ડેટા અને અનલિમિટેડ કોલિંગ આપવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વાયરલ મેસેજમાં દરેક ઇન્ડિયન જિયો યુઝરને 31 માર્ચ સુધી 498 રૂપિયાનું ફ્રી રિચાર્જ આપવાનો દાવો કરવામાં આવે છે અને તે માટે મેસેજમાં આપેલ એક લિંક પર ક્લિક કરવાનું કહેવામાં આવે છે.

ખરેખર, જ્યારે પણ તમને એવો કોઈ મેસેજ આવે છે તો તેને ધ્યાનથી વાંચો. આવા મેસેજમાં તમને કેટલીક અશુદ્ધિઓ મળશે? કોઈપણ મેસેજના બનાવટી હોવાની પ્રથમ ઓળખ જોડણી અને યુઆર દ્વારા થાય છે. જિઓ કંપનીના નામથી વાયરલ આ મેસેજમાં પણ આવું જ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ વાયરલ મેસેજનો ઉપયોગ કરી લોકોના ફોન અને લેપટોપ હેક કરવા અને ખાનગી માહિતી ચોરી કરવા માટે કરવામાં આવે છે. ઉપરાંત એફલિએટ માર્કેટિંગમાં પણ આવા મેસેજોનો ઉપયોગ થાય છે. જિયો કંપનીના નામે ફરતા આવા મેસેજ પર ક્લિક ના કરો અને તેને આગળ શેર પણ ના કરો.

આ વીડિયો પણ જુઓ: PMનો સંસદીય મતવિસ્તારના લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંવાદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન