નકલી સ્માર્ટફોન ચાર્જર અને યુ.એસ.બી. ડેટા કેબલ્સને કેવી રીતે ઓળખવા ? - Sandesh
  • Home
  • Supplements
  • નકલી સ્માર્ટફોન ચાર્જર અને યુ.એસ.બી. ડેટા કેબલ્સને કેવી રીતે ઓળખવા ?

નકલી સ્માર્ટફોન ચાર્જર અને યુ.એસ.બી. ડેટા કેબલ્સને કેવી રીતે ઓળખવા ?

 | 12:43 am IST

મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પણ નવો મોબાઈલ બજારમાંથી ખરીદવામાં આવે ત્યારે બોક્સની અંદરથી જે ડેટા કેબલ નીકળે છે. તે ડેટા કેબલની લંબાઈ ખૂબ જ મર્યાદિત હોય છે. પરિણામે યૂઝર્સને ઘણી સમસ્યાનો સામનો  કરવો પડે છે અને બજારમાંથી નવો કેબલ ખરીદવાની ફરજ પડે છે. હવે, બજારમાં નવો ડેટા કેબલ લેવા જઈએ ત્યારે એક સૌથી મોટી મુશ્કેલી એ ઊભી થાય છે કે ઓરિજિનલ કેબલ કેવી રીતે ઓળખવો ? અમુકવાર ચાર્જિંગ એડેપ્ટર સંદર્ભે પર આવા જ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડે છે. જયારે ચાર્જિંગ એડેપ્ટર કોઈ કારણસર બગડી જાય અથવા વધુ ઝડપથી ચાર્જિંગ કરવા માટે વધારે વોટનું ચાર્જિંગ એડેપ્ટર લેવાની ફરજ પડે ત્યારે તે સમસ્યા પાછી સામે આવે છે કે ઓરિજિનલ ચાર્જિંગ એડેપ્ટર કેવી રીતે ઓળખવું.

મોટેભાગે યૂઝર ચાર્જિંગ એડેપ્ટર તેમજ ડેટા કેબલ ખરીદવા માટે બે પ્રકારના માધ્યમનો ઉપયોગ કરે છે. ઓનલાઇન મંગાવે છે અથવા ખરીદવા માટે સ્થાનિક દુકાનમાં જાય છે. ત્યારે દુકાનદાર દ્વારા આપવામાં આવતું કે વેબસાઈટ દ્વારા મોકલવામાં આવતું ચાર્જિંગ એડેપ્ટર કે ડેટા કેબલ ઓરિજિનલ જ છે તે કેવી રીતે પારખવું ? માત્ર કોઈના કહેવાથી જ કેવી રીતે વિશ્વાસ કરી શકાય.

ઓરિજિનલ એડેપ્ટર અને કેબલને ઓળખવા માટે મુખ્ય ચાર મુદ્દા

  1. જે જગ્યાએ યુએસબી ડેટા કેબલને ચાર્જિંગ સોકેટમાં લગાડવામાં આવે છે, તે જગ્યા પરની કિનારીનું ફિનિશિંગ જો અયોગ્ય લાગે, તેમજ કેબલ પૂર્ણ પણે સોકેટમાં અંદર ન જાય, કેબલનો અમુક ભાગ ચાર્જિંગ સોકેટની બાહર રહે, તો તે ઓરિજિનલ નથી.
  2. જ્યારે ડેટા કેબલને મોબાઈલ સાથે જોડો છો, ત્યારે ઓરિજિનલ ડેટા કેબલ મોબાઈલના સોકેટની અંદર પૂરે પૂરું ફ્ટિ થઈ જાય છે. પરંતુ ડુપ્લિકેટ ડેટા કેબલને જ્યારે મોબાઈલ સાથે જોડવામાં આવે છે ત્યારે મોબાઇલના સોકેટ અને ડેટા કેબલ વચ્ચે થોડી જગ્યા જોવા મળશે અને પરિણામે અમુકવાર ડેટા ટ્રાન્સફ્ર કરતી વેળાએ કેબલ નોટ કનેક્ટેડ જેવી સમસ્યાઓ પણ ઊભી થાય છે.
  3. ઓરિજિનલ ચાર્જર જે હોય છે એ ચાર્જરના એડેપ્ટરનું વજન ડુપ્લિકેટ ચાર્જરના એડેપ્ટર કરતા થોડું વધારે હોય છે. જેનાથી સરળતાથી પારખી શકાય છે કે ચાર્જરનું એડેપ્ટર ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ. તેમજ ડેટા કેબલની ક્વોલિટી પણ ચેક કરવા માટે કે કેબલનું  મટિરિયલ ચેક કરવું ખૂબ જ જરૂરી છે. ઓરિજિનલ કેબલ થોડોક હાર્ડ હોય છે એને જો તેને વાળવામાં આવે તો એ ત્વરિત પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કરે છે. ડુપ્લિકેટ ડેટા કેબલની ક્વોલિટી નિમ્ન કક્ષાની હોય છે અને મટિરિયલ થોડું સોફ્ટ હોય છે એટલે પરિણામે તેને વાળવામાં આવે તો પણ એ  ફ્રીવાર પોતાની મૂળસ્થિતિ પ્રાપ્ત કરી શકતું નથી.
  4. ઓરિજિનલ ડેટા કેબલના બંને છેડા જમકે ચાર્જિંગ પોઈન્ટ અને એડેપ્ટર પોઇન્ટ પર યુએસબીનો એમ્બોર્સ થયેલો લોગો તમને જોવા મળે છે, જયારે ડુપ્લિકેટ કેબલમાં એમ્બોસ થયેલો લોગો જોવા મળતો નથી. જોકે અમુક મોબાઈલ ઉત્પાદકો દ્વારા મોબાઈલનું ઉત્પાદન કરતી વેળાએ જ તેને સંલગ્ન ચાર્જિંગ ડેટા કેબલ બનાવવામાં આવે છે. પરિણામે જો કોઈ કારણવશ કેબલ બગડી જાય કે ખોવાઈ જાય ત્યારબાદ ના બધા જ ડેટા કેબલ યુનિવર્સલ હોય છે. માત્ર કંમ્પનીના નામ જ બદલાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન