fallen in love with two young women in my office, the question is with whom to marry
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • મને મારી કંપનીમાં બે યુવતીઓ સાથે લવ થઈ ગયો છે, કોની સાથે મેરેજ કરવા એ સવાલ છે

મને મારી કંપનીમાં બે યુવતીઓ સાથે લવ થઈ ગયો છે, કોની સાથે મેરેજ કરવા એ સવાલ છે

 | 8:27 am IST
  • Share

જે તારી સાથે મેરેજ કરવા છેલ્લે સુધી લડી લેવા તૈયાર હોય તેને જ તારે પસંદ કરવી પડે

સોક્રેટિસજી,

હું પીજી બાદ સ્પે. કોર્સ કરીને એક કંપનીમાં ડે. મેનેજરના હોદ્દા પર છું. મને મેરેજ કરવા મારું ફેમિલી ફોર્સ કરી રહ્યું છે. તેઓ મને કોઈ છોકરી સાથે લવ હોય તો તેની સાથે પણ મેરેજ કરાવવા તૈયાર છે. મારે કોઈ સાથે લવ નથી, પરંતુ મને મારી જ કંપનીમાં સર્વિસ કરતી એક ગર્લ કામિની (નામ બદલ્યું છે) બહુ ગમે છે. એ દેખાવડી તો છે જ તે સાથે તેનો નેચર બહુ જ સારો છે. એ બીજા ડિપાર્ટમેન્ટમાં પણ છે, પણ મારા ડિપાર્ટમેન્ટમાં રોજ આવે છે. મારી સાથે કામ કરતી આકાંક્ષા (નામ બદલ્યું છે) સાથે તેને ફ્રેન્ડશિપ છે. એ જ્યારે પણ અમારા ડિપાર્ટમેન્ટમાં આવે ત્યારે મને સ્માઈલ આપે છે અને વારંવાર જોયા કરતી હોય છે. હું પણ તેને જોતો રહું છું. એક દિવસ મેં એને અને આકાંક્ષાને ટી ઓફર કરી તો તે બંને ખુશ થઈ ગઈ! પછી તો અમારા વચ્ચે ફ્રેન્ડશિપ થઈ ગઈ અને હવે અમે ત્રણેય એકબીજા વિના રહી શકતાં નથી. એ બંનેએ મને લવ પ્રપોઝ કર્યું છે અને મેરેજ કરવા તૈયાર છે. મેરેજ તો કોઈ એક સાથે જ કરવાના હોયને! મને સમજ નથી પડતી કે કોની સાથે મેરેજ કરું? કોઈ એક સાથે કરીશ એટલે બીજીનું દિલ તૂટી જશે. તમે જ મને સલાહ આપો.  

પ્રમોદ (નામ બદલ્યું છે), 

તારી મૂંઝવણ સ્વાભાવિક છે. બબ્બે યુવતીઓ તારી ફ્રેન્ડ બની ગઈ અને પછી લવર્સ…! બધું સ્વાભાવિક રીતે ધીરે ધીરે થયું છે. યોગાનુયોગ તમે ત્રણેય અનમેરિડ છો. તને કૉલેજમાં કોઈ ગર્લ સાથે ફ્રેન્ડશિપ ન થઈ કદાચ તને સ્ટડીમાં જ રસ હશે એટલે કોઈ ગર્લફ્રેન્ડ બનાવવાની ઇચ્છા જ નહીં હોય, પરંતુ સર્વિસ બાદ તારી કંપનીમાં જ બબ્બે યુવતીઓ સાથે ફ્રેન્ડશિપ થઈ ગઈ. તું સ્ટડીના ટેન્શનમાંથી ફ્રી થઈ થઈ ગયો અને પછી સર્વિસ પણ મળી ગઈ એટલે તું એક વાર નિશ્ચિંત થઈ જતા તને યુવતીઓમાં રસ પડવા માંડે એમાં કોઈ નવાઈ ન જ હોય. એ બંને યુવતીઓ પણ મેરેજ કરવાલાયક હોવાથી યોગ્ય પાત્રની શોધમાં હશે અને તું તેઓને મળી ગયો! બંને તારા તરફ આકર્ષાઈ અને બંનેએ ફ્રેન્ડશિપ આગળ વધારી તે લવમાં પરિણમતા મેરેજ કરવા પણ તૈયાર થઈ ગઈ છે. એ બેમાંથી કોઈ એક સાથે તને લવ હોત તો સવાલ જ ન હોત! તું તેની સાથે આરામથી મેરેજ કરી શક્યો હોત, પરંતુ અહીં તો બંને પાત્રો છે એટલે અવઢવ થવી શક્ય છે જ ! તું ધારે તોય બંને સાથે મેરેજ નહીં કરી શકે. બંને ખાસ ફ્રેન્ડ હોવાથી કોઈ એક કેપ્ટ તરીકે રહેવા તૈયાર થાય તો પણ આગળ જતા સમસ્યા સર્જાય જ ! એટલે પસંદ તો એકને જ કરવી પડશે. તું બેમાંથી જે તને વધુ ગમતી હોય, પસંદ હોય તેની સાથે મેરેજ કરી શકે, પરંતુ અહીં સમસ્યા એ છે કે તને બંને જ સરખી પસંદ છે. તું કોઈનેય અન્યાય કરવા માંગતો નથી. આવી પરિસ્થિતિમાં તારે સામાજિક રીતે વિચારવું પડશે. એ બંનેમાંથી કોની સાથે તારા મેરેજમાં કોઈ અડચણ વિઘ્ન ન આવી શકે તે તારે જોવું રહ્યું. તું બંનેના કેસમાં સરળતાથી મેરેજ કરી શકે એવું કદાચ શક્ય નથી. જ્ઞાતિનો બાધ ન હોય તોય પારિવારિક બાબતો પણ જોવી રહી. બંનેને અથવા બંનેમાંથી કોઈ એકને તેનો પરિવારે મેરેજ કરવા મુરતિયો શોધી કાઢયો હોય એ નક્કી કરી નાખ્યું હોય એમ પણ બને. આ પરિસ્થિતિમાં તારે તેની સાથે મેરેજ કરવા હોય તો ખૂબ સંઘર્ષ કરવો પડે. તે યુવતીને તેનો પરિવાર સગાઈ તોડી કે લવમેરેજ કરવા મંજૂરી ન જ આપે એટલે યુવતીએ પરિવાર સાથે વાત કરીને કોર્ટમાં મેરેજ કરવાની હિંમત કરવી પડે. હવે ધારો કે બંનેના કેસમાં આવી પરિસ્થિતિ સર્જાય એમ હોય તો?  

આ બાબતે તારે બંનેને સાથે રાખીને ગંભીરતાપૂર્વક વિચારીને આગળ વધવું જોઈએ. તે બંનેને પણ નિર્ણય લેવાની સ્થિતિમાં મૂકવી પડશે અને આખરી નિર્ણય તેઓ પાસે જ લેવડાવવો પડશે, પરંતુ એવું ત્યારે જ શક્ય બને કે કોઈને પારિવારિક કારણોસર તારી સાથે મેરેજ કરવામાં તકલીફ પડે એમ હોય!  

પરંતુ ધારો કે બંનેના કેસમાં વાંધો આવે એમ હોય તો જે તારી સાથે મેરેજ કરવા છેલ્લે સુધી લડી લેવા તૈયાર હોય તેને જ તારે પસંદ કરવી પડે.  

જોકે, એવું બને કે બંને પાસે કોઈ વાંધો આવે એમ ન હોય અને તારે જ એક માટે નિર્ણય લેવાનો હોય તો તારે તારી રીતે આગળ વધવું પડશે. તારે તુું મેરેજ જ કરવા માંગતો નથી હમણાં શક્ય નથી એવું કોઈ બહાનું કાઢી હમણાં મેરેજ ખરેખર ન કરવા જોઈએ. થોડા સમયમાં બેમાંથી એક કોઈ ને કોઈ કારણસર ફસકી પડશે જ! આમ પણ ન થાય તો તું બંનેને વિશ્વાસમાં લઈ બંને સાથે મેરેજ શક્ય ન હોવાથી કોઈ એક સાથે મેરેજ કરે અને બીજી ઉપપત્ની કે લિવ ઈન રિલેશનશિપમાં રહે એવી વ્યવસ્થા કરવી પડે.  

આ બાબતમાં છેલ્લે તારે જ નિર્ણય લેવાનો હોય તો તું તને જેણે પ્રથમ પ્રપોઝ કર્યું હોય તેને જ તારે મેરેજ માટે પસંદ કરવી પડે. છેવટે તારે કોઈ આકરો નિર્ણય લેવો જ પડશે. અને તે બંનેએ પણ તારી પરિસ્થિતિને સમજવી જ પડશે. તારી સમસ્યાનો ઉકેલ સરળ નથી છતાં ઉપર દર્શાવ્યા મુજબના ઉપાયોથી તે  ઉકેલાશે જ!   

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો