ખોટી એફિડેવિટને કારણે ઉમેદવારને ગેરલાયક ઠરાવી શકાય નહીં : સુપ્રીમ - Sandesh
  • Home
  • India
  • ખોટી એફિડેવિટને કારણે ઉમેદવારને ગેરલાયક ઠરાવી શકાય નહીં : સુપ્રીમ

ખોટી એફિડેવિટને કારણે ઉમેદવારને ગેરલાયક ઠરાવી શકાય નહીં : સુપ્રીમ

 | 2:26 am IST

। નવી દિલ્હી ।

ચૂંટણી વખતે ઉમેદવારો દ્વારા ખોટી એફિડેવિટ કરવામાં આવે તે ભ્રષ્ટાચાર છે પણ આ માટે  કાયદો ઘડવા સંસદને ફરજ પાડી શકાય નહીં કે ઉમેદવારને ચૂંટણી લડવા માટે ગેરલાયક ઠરાવી શકાય નહીં તેમ સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું હતું. કોર્ટે ખોટી એફિડેવિટને ગંભીરતાથી મૂલવવા સંમતિ દર્શાવી હતી પણ સંસદને કાયદો ઘડવા આદેશ આપવા ઇનકાર કર્યો હતો. જજ એસ એ બોબડે તેમજ એલ નાગેશ્વર રાવની બેન્ચે કહ્યું હતું કે ખોટી એફિડેવિટોને અમે ગંભીરતાથી મૂલવવા સંમત છીએ પણ તેને ભ્રષ્ટ રીતિમાં સમાવવા સંસદને કાયદો ઘડવા કહી શકીએ નહીં. ભાજપ નેતા અશ્વિનીકુમાર ઉપાધ્યાયની અરજી પર સુનાવણી વખતે કોર્ટે ઉપર મુજબ તારણ રજૂ કર્યું હતું.

આકરામાં આકરી સજાની જોગવાઈ કરવા માગ

અશ્વિનીકુમારે તેમની અરજીમાં ચૂંટણી સુધારા વખતે ઉમેદવારો દ્વારા કરવામાં આવતી ખોટી એફિડેવિટને ચૂંટણીલક્ષી ગુનો ગણવા કેન્દ્રને યોગ્ય પગલા લેવા કહ્યું હતું. ઉપાધ્યાયનાં વકીલ રાણા મુખર્જીએ માગણી કરી હતી કે જે ઉમેદવારો ચૂંટણી વખતે ખોટી એફિડેવિટ કરે તેને ભ્રષ્ટાચાર ગણીને આવી વ્યકિતને ૨ વર્ષ કેદની સજા કરવા અને ચૂંટણી લડવા ગેરલાયક ઠરાવવા જોઈએ.

;