પરિવાર વધારવા શાહિદ-મીરાના પગલે ચાલી રહ્યાં છે કરીના-સૈફ - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • પરિવાર વધારવા શાહિદ-મીરાના પગલે ચાલી રહ્યાં છે કરીના-સૈફ

પરિવાર વધારવા શાહિદ-મીરાના પગલે ચાલી રહ્યાં છે કરીના-સૈફ

 | 2:23 am IST

સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં શાહિદ કપૂરની પત્ની મીરા રાજપૂતે બીજા બાળકને જન્મ આપ્યો હતો. હવે કરીના કપૂર અને સૈફઅલી ખાનના ઘરે બાળકની કિલકારી સાંભળવા મળશે. આ વાત ખુદ કરીના કપૂરે કોમલ નાહટાના શોમાં જણાવી હતી. ચેટ શોમાં એક પ્રશ્નનો જવાબ આપતાં કરીનાએ કહ્યું હતું કે, સૈફ અને હું બીજા બાળકનું પ્લાનિંગ કરી રહ્યા છીએ. કરીનાની બેસ્ટ ફ્રેન્ડ અમૃતા અરોરા પણ શોમાં સામેલ હતી અને એણે કરીનાને કહ્યું હતું કે જ્યારે પણ ફરી પ્રેગ્નન્ટ બનવાનો નિર્ણય લે તો સૌથી પહેલાં મને જાણ કરજે, કારણ હું આ દેશ છોડીને જઈ રહી છું. પ્રેગ્નન્સી બાદ કરીના વીરે દી વેડિંગમાં જોવા મળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન