સુરતમાં ગરીબ પરિવારને નડ્યો હિટ એન્ડ રન, જાતે જ શોધવા પડ્યા CCTV ફુટેજ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • સુરતમાં ગરીબ પરિવારને નડ્યો હિટ એન્ડ રન, જાતે જ શોધવા પડ્યા CCTV ફુટેજ

સુરતમાં ગરીબ પરિવારને નડ્યો હિટ એન્ડ રન, જાતે જ શોધવા પડ્યા CCTV ફુટેજ

 | 1:01 pm IST

સુરતમાં ગત 15મી તારીખના રોજ હિટ એન્ડ રનની ઘટના બની હતી. આ ઘટનામાં બાઈક અને પછી કાર ચાલકે એક જ પરિવારના 3 લોકોને અડફેટે લીધા હતાં. જેમાં પરિવારે અલથાણા પોલીસ ચોકીમાં ફરજ બજાવતા પીએસઆઈ પર આક્ષેપ કર્યો હતો કે તેમને પરિવાર સાથે ખરાબ વર્તાવ કર્યો છે.

આ મામલે મળતી માહિતી પ્રમાણે આ ઘટના સુરતમાં ભટારા ચાર રસ્તા પાસે ગત 15મી માર્ચના બની હતી. આ અકસ્માતમાં માતા અને તેના બે બાળકોને પહેલા બાઈક અને પછી તરત જ કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં પુત્ર અને પુત્રી ઈજાગ્રસ્ત હતાં તેમની તબિયત હવે સારી છે અને માતાને વધારે વાગતા હજી તેમની પરિસ્થિતિ ગંભીર છે.

પરિવારે જાતે જ શોધ્યાં સીસીટીવી ફુટેજ
પરિવારે પોલીસ પર આક્ષેપ કરીને કહે છે કે પરિવારે જ્યારે આ બનાવની જાણ કરી ત્યારે પોલીસે કોઈ અકસ્માત નથી થયો તેમ કહીને નકારી દીધું હતું. ત્યારબાદ પરિવારજનોએ જાતે જ ઘટના સ્થળ પાસેની દુકાનોમાં જઈને સીસીટીવી ફુટેજ જોયા અને તેમાં તેમને હિટ એન્ડ રન થયું છે તેવા ફૂટેજ પણ મળ્યાં હતાં. આ પુરાવા રૂપે ફૂટેજ જ્યારે તેમણે પોલીસને બતાવ્યાં ત્યાર પછી જ પોલીસે આ મામલે કાર્યવાહી કરવાની ચાલુ કરી હતી.