પ્રેમલગ્ન મંજૂર ન હોવાથી પરિવારે જ પુત્રીનું કર્યું અપહરણ, ઘટના CCTVમાં થઈ કેદ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • પ્રેમલગ્ન મંજૂર ન હોવાથી પરિવારે જ પુત્રીનું કર્યું અપહરણ, ઘટના CCTVમાં થઈ કેદ

પ્રેમલગ્ન મંજૂર ન હોવાથી પરિવારે જ પુત્રીનું કર્યું અપહરણ, ઘટના CCTVમાં થઈ કેદ

 | 5:41 pm IST

સુરતમાં યુવતીના પરિવારને પ્રેમલગ્ન મંજૂર ન હોવાથી પરિવારે જ ખુદ યુવતીનું અપહરણ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. પરિવાર પોતાની દીકરીનું અપહરણ કરતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મળતી માહિતી પ્રમાણે સુરતના સિંગણપોર વિસ્તારમાં રહેતા યુવકે યુવતીના પરિવારનો વિરોધ હોવા છતાં પ્રેમલગ્ન કર્યા હતા. જેના પગલે યુવકના ઘરેથી 10થી વધુ લોકો આવીને યુવતીને ઉઠાવી ગયા હતા. આ અપહરણની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. જેના આધારે પોલીસે તપાસ હાથધરી છે.

love marraige surat-1

પરિવારે જ પુત્રીનું કર્યું અપહરણ
સુત્રોના જણાવ્યા પ્રમાણે સિંગણપોર રોડ પર આવેલા સહજ ઈમ્પેરીયામાં 25 વર્ષીય રવિ કણશિયા પરિવાર સાથે રહે છે. અને પિતા સાથે વેડરોડ ખાતે આવેલી કાપડની દુકાનમાં કામ કરે છે. રવિએ પ્રિન્સી નામની યુવતી સાથે પ્રેમલગ્ન કર્યા છે. જેથી પ્રિન્સીના પરિવારજનો આ લગ્નની વિરૂદ્ધ હતા. જેથી ગત 19 એપ્રિલના રોજ રવિની પત્ની પ્રિન્સીનું તેના માતા-પિતા સહિત 10થી વધુ લોકો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. જોકે અપહરણની આ ઘટના એપાર્ટમેન્ટના સીસીટીવીમાં કેદ થઇ જવા પામી હતી.

love marraige surat

એક વર્ષ પહેલા થયેલો પ્રેમ લગ્નમાં ફેરવાયો
એક વર્ષ પહેલા થયેલા પ્રેમ લગ્નમાં ફેરવાયા બાદ કોર્ટ મેરેજ સાથે મંદિરમાં પણ લગ્ન કરવામાં આવ્યા હતા. મંદિરમાં એક વર્ષ પહેલાં મળેલી આંખ પ્રેમ અને 4 મહિના પહેલાં લગ્ન કરનાર આ યુગલનો પ્રેમ યુવતીના પરિવારને ગમ્યુ ન હતું. જોકે યુવતીના પરિવાર દ્વારા યુવક અને તેના પરિવારને અવાર-નવાર ધમકી પણ આપવામાં આવતી હતી. પણ યુવક દ્વારા કોઈ ફરિયાદ કે પગલાં નહીં લેવાતા આ યુવતીના પરિવારજનો રવિના ઘરે પહોંચ્યા હતા. જ્યાં યુવતીની એકલતાનો લાભ ઉઠાવી અપહરણ કરીને જતા રહ્યા હતા. રવિએ ચોકબજાર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે, જેને પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. હાલ યુવતીનો પરિવાર યુવતી સાથે ફરાર થઇ ગયો હોવાનું જાણવા મળ્યું છે.

;