ખેડૂત પરિવારનાં 15 સભ્યોનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસ તંત્ર થયું દોડતુ - Sandesh
NIFTY 10,516.70 -79.70  |  SENSEX 34,616.13 +-232.17  |  USD 68.1200 +0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • ખેડૂત પરિવારનાં 15 સભ્યોનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસ તંત્ર થયું દોડતુ

ખેડૂત પરિવારનાં 15 સભ્યોનો આત્મવિલોપનનો પ્રયાસ, પોલીસ તંત્ર થયું દોડતુ

 | 7:15 pm IST

ભાવનગર જિલ્લાનાં મહુવામાં એક સાથે 15 લોકોએ આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જો કે પોલીસે તમામ લોકોની અટકાયત કરી લીધી છે. મહુવાનાં મોટા આસરણા ગામનાં ખેડૂત પરિવારની જમીનનો વિવાદ છેલ્લા ઘણા સમયથી ચાલતો હતો. અનેક વખત તંત્રને રજૂઆત કરવા છતાં જમીન વિવાદનો અંત આવતો નહોતો. આ કારણે રોષે ભરાયેલા ખેડૂત પરિવારે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો.

જો કે પોલીસે સમય સુચકતા વાપરી તમામની અટકાયત કરી હતી. સમગ્ર ઘટનાની જાણ મામલતદારને થતાં મામલતદાર સહિત પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા અને સમગ્ર પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી.

ભોગ બનનારા ખેડૂતોનું કહેવું છે કે ‘જમીન વિવાદ મામલે અમે 3 દાવા કર્યા હતા. ત્રણેય દાવા અલગ અલગ કૉર્ટમાં કર્યા હતા. દોઢ વિઘાનો, 5 વિઘાનો અને સાડા 5 વિઘાનો એમ 3 અલગ અલગ દાવા કૉર્ટમાં કર્યા હતા. 12 વિઘાનાં 3 ટૂકડા કર્યા હતા. તમામ સાક્ષી પુરાવા અને દસ્તાવેજ રજૂ કર્યા છે તેમ છતાં જમીન વિવાદનો અંત ન આવતા મારા પરિવારનાં તમામ લોકો અહિં આત્મવિલોપન કરવા માટે આવ્યા છીએ.’