Family Of Priyanka Chopra and Nick Jonas Come Together For Group Photo
  • Home
  • Featured
  • Photos: એક ફ્રેમમાં જોવા મળી પ્રિયંકા-નિકની ફેમિલી, આપ્યા સ્માઇલિંગ પોઝ

Photos: એક ફ્રેમમાં જોવા મળી પ્રિયંકા-નિકની ફેમિલી, આપ્યા સ્માઇલિંગ પોઝ

 | 10:55 am IST

બોલીવુડની ‘દેશી ગર્લ’ પ્રિયંકા ચોપરાએ 1-2 ડિસેમ્બરનાં અમેરિકન સિંગર નિક જોનસ સાથે લગ્ન કરી લીધા હતા. આ રૉયલ વેડિંગને ધૂમધામથી સેલિબ્રેટ કરવામાં આવ્યા હતા. લગ્નમાં કપલનાં પરિવાર સહિત નજીકનાં સંબંધીઓ સામેલ થયા હતા. લગ્નનાં ફૉટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કપલની ફેમિલી ફૉટો પણ હવે સામે આવી છે. ફૉટોમાં પ્રિયંકા અને નિક બંનેનાં પરિવારજનો એકસાથે જોવા મળી રહ્યા છે. સૌએ સ્માઇલિંગ પોઝમાં એક સાથે ઉભા રહીને ફૉટો પડાવ્યો છે.

ફૉટોમાં એક તરફ પ્રિયંકા ચોપરાનાં ફેમિલીનાં લોકો છે તો બીજી તરફ તેની માતા મધુ ચોપરા અને તેનો ભાઈ સિદ્ધાર્થ ચોપરા સામેલ છે. આ ઉપરાંત બીજી તરફ નિકની સંપૂર્ણ ફેમિલી હાજર છે. આમાં નિકનાં માતા-પિતા, ત્રણેય ભાઈ અને તેની ગર્લફ્રેન્ડ જોવા મળી રહી છે. આ ઉપરાંત બંનેની ડાન્સ કરતી ફૉટો પણ સામે આવી છે. ફૉટોમાં પ્રિયંકા અને નિકની શાનદાર બૉન્ડિંગ જોવા મળી રહી છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યાં પ્રિયંકા ચોપરા અને નિક ચર્ચામાં છે તો બીજી તરફ ન્યૂયૉર્કનાં એક મેગેઝિને પ્રિયંકાને ‘ગ્લોબલ સ્કેમ આર્ટિસ્ટ’ ગણાવી દીધી છે અને નિક સાથેનાં તેના સંબંધને જૂઠો ગણાવ્યો છે. જો કે આ આર્ટિકલનો ભારે વિરોધ થતા મેગેઝીને આર્ટિકલ હટાવી દીધું હતુ.