અંબાજી: વિધર્મી યુવક ભગાડી ગયો યુવતીને, પરિવારે સંગઠનની લેવી પડી મદદ - Sandesh
  • Home
  • Gujarat
  • અંબાજી: વિધર્મી યુવક ભગાડી ગયો યુવતીને, પરિવારે સંગઠનની લેવી પડી મદદ

અંબાજી: વિધર્મી યુવક ભગાડી ગયો યુવતીને, પરિવારે સંગઠનની લેવી પડી મદદ

 | 9:33 pm IST

અંબાજીની યુવતીને વિધર્મી યુવક અપહરણ કરી લઈ ગયો તેનો કોઈ પત્તો ન લાગતા માતા-પિતાએ સંગઠન સમક્ષ રાવ નાંખી એક મહિના અગાઉ જિલ્લા પોલીસવડાને રજુઆત કરી હતી

અંબાજીમાં રહેતા શ્રમિક પરીવારની દિકરીને લલચાવી ફોસલાવીને વિધર્મી યુવક ભગાડી ગયો હતો. જે અંગેની ફરીયાદ અંબાજી પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. તો બીજી તરફ તેને પરત લાવવા માટે આજીજી કરતા પરીવારને ધમકીઓ મળતી હોવાની રાવ સાથે જિલ્લા પોલીસવડાને એક માસ અગાઉ લેખિતમાં રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પરીણામ ન મળતા આજે પાલનપુરમાં એક સંગઠન સમક્ષ પરિવારે રાવ નાંખી છે.

અંબાજીમાં રહેતો શ્રમિક પરિવાર આજે પાલનપુર આવ્યો હતો અને એક ધાર્મિક સ્થળે એકત્રિત થયેલા સંગઠનનાં કાર્યકરો અને અગ્રણીઓ સમક્ષ આ પરિવારે વિનંતી કરી હતી કે તેમની દિકરીને તેઓ છોડાવે. આ મામલે તેમને એક માસ અગાઉ જિલ્લા પોલીસવડાને પણ લેખિતમાં રજુઆત કરી હતી અને અંબાજી પોલીસ મથકે પણ આ મામલે ફરીયાદ કરવામાં આવી છે.

જો કે આ મામલે પોલીસ દ્વારા સહકાર આપવામાં આવતો ન હોઈ અને નક્કર કાર્યવાહી ન કરાતા તેમણે આ મામલે આજે સંગઠન સમક્ષ રજુઆત કરી હતી અને પોતાની પુત્રીને ગોંધી રાખવામાં આવી હોવાની અને સામેના વ્યક્તિઓ માથાભારે હોવાનું જણાવી ધમકીઓ આપે છે ત્યારે આ મામલે પોલીસ દ્વારા તટસ્થ પગલા લેવામાં આવે તે ઈચ્છનીય છે.