Family uncle Arrested For Molest niece In varacha Surat
  • Home
  • Featured
  • સુરતમાં કાકાની કરતૂત, સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી ભત્રીજી પર દુષ્કર્મ

સુરતમાં કાકાની કરતૂત, સેલ્ફી વાયરલ કરવાની ધમકી આપી ભત્રીજી પર દુષ્કર્મ

 | 9:47 pm IST
  • Share

  • કૌટુંબિક કાકાએ બળજબરી પૂર્વક ભત્રીજીની ચુંબન કરતી સેલ્ફી લીધી
  • યુવતીને બ્લેકમેઈલ કરીને અલગ-અલગ ઠેકાણે લઈ ગયો
  • યુવતીની મરજી વિરુદ્ધ બાંધ્યા શરીર સબંધ

સુરતના વરાછા વિસ્તારમાં રહેતી 21 વર્ષની યુવતી પર તેના જ નજીકના સબંધીએ ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. હાલ પોલીસે આરોપની ધરપકડ કરીને આગળના કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વરાછા વિસ્તારની યુવતીની તેના જ નજીકના સબંધી એવા કૌટુંબિક કાકાએ બળજબરી પૂર્વક સેલ્ફી લીધી હતી. આ સેલ્ફીને વાયરલ કરવાની ધમકી આપીને યુવતીને બ્લેકમેઈલ કરીને તેની સાથે અનેક વખત દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

કૌટૂંબિક કાકાની કરતૂતનો ભાંડો ત્યારે ફૂટ્યો, જ્યારે યુવતી એક દિવસ અચાનક ગાયબ થઈ ગઈ. જે બાદ તેના પરિવારજનોએ શોધખોળ કરતાં યુવતી ભાવનગરની કોઈ હોટલમાંથી મળી આવી હતી. જ્યાં યુવતીએ પોતાની સમગ્ર આપવીતિ પરિવારને જણાવી હતી.

યુવતીએ જણાવ્યું કે, દોઢ વર્ષ પહેલા લૉકડાઉનમાં જ્યારે તે તેના વતન રાજસ્થાન ગઈ, ત્યારે તેનો પરિચય કૌટુંબિક કાકા સાથે થયો હતો. એક દિવસ તે મંદિરે ગઈ, ત્યારે આ નરાધમ કાકાએ તેની સાથે બળજબરી પૂર્વક ચુંબન કરતી સેલ્ફી મોબાઈલમાં લઈ લીધી હતી. આ સેલ્ફીને વાયરલ કરાની ધમકી આપીને આરોપી દ્વારા તેને અલગ-અલગ જગ્યાએ લઈ જઈને તેની મરજી વિરુદ્ધ શારીરિક સબંધ બાંધવામાં આવ્યા હતા.

યુવતીની હકીકત જાણીને તેના પરિવાજનોએ સુરત પહોંચી વરાછા પોલીસ સ્ટેશનમાં કહેવાતા કાકા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો