મહિલાઓ કરે આ કામ તો ઘર-પરિવાર રહે છે સંકટથી દૂર - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Astrology
  • મહિલાઓ કરે આ કામ તો ઘર-પરિવાર રહે છે સંકટથી દૂર

મહિલાઓ કરે આ કામ તો ઘર-પરિવાર રહે છે સંકટથી દૂર

 | 2:14 pm IST

એક ખેડૂત હતો, ઘર પરિવારનું પેટ ભરવા તે ખેતી કરવા માટે અથાગ મહેનત કરે. પરંતુ કાળને કરવું કે એક વર્ષે તેના ખેતરમાં પાક ઓછો થયો. તેના પરિવારનું પેટ 11 માસ સુધી ભરી શકાય તેટલો જ પાક તેના ખેતરમાં થયો હોવાથી તે સતત ચિંતામાં રહેતો હતો. ખેડૂતને ચિંતામાં જોઈ તેની પુત્રવધૂએ તેને કારણ પુછ્યું. કારણ જાણી પુત્રવધૂએ તેના સસરાને આશ્વાસન આપ્યું કે, “ચિંતા કરવાની જરૂર નથી, ઘરમાં અનાજ ખાલી નહીં થાય.”

સમય તેની ગતિથી ચાલતો રહ્યો અને આ વાતને એક વર્ષ પૂર્ણ થવા આવ્યું. 12 માસનો સમય પૂર્ણ થવા છતાં ઘરમાં રોજ રસોઈ બનતી અને પરિવારને બંને સમય ભોજન મળતું રહ્યું. આ વાતથી આશ્ચર્યમાં પડેલા ખેડૂતે તેની પુત્રવધૂને અનાજ ક્યાંથી આવ્યું તે પુછ્યું. આ પ્રશ્નના જવાબમાં પુત્રવધૂએ જણાવ્યું કે, ” જ્યારે તમે મને અનાજ ઓછું હોવાની વાત કરી ત્યાર પછી જ્યારે પણ મે રસોઈ બનાવી ત્યારે તેમાંથી બે મુઠ્ઠી અનાજ રોજ અલગ કાઢી લેતી. આમ કરવાથી 1 માસ સુધી ચાલે તેટલું અનાજ કોઠીમાં જમા થઈ ગયું.”

આ વાત પરથી એ શિક્ષા મળે છે કે ઘરની સ્ત્રીને જો બચતની આદત હોય તો ઘરમાં ધન-ધાન્યની ક્યારેય ખામી રહેતી નથી. તેમજ ઘર-પરિવાર પર સંકટ પણ આવતું નથી.