Family with a mentally ill girl in Morbi commits mischief
  • Home
  • Featured
  • 60 વર્ષીય ‘ભાભો’ 23 વર્ષની યુવતી સાથે રૂમમાં કરતો હતો ગંદુ કામ, અચાનક ભાઈ આવી જતા અંદરનું દ્રશ્ય જોઈ…

60 વર્ષીય ‘ભાભો’ 23 વર્ષની યુવતી સાથે રૂમમાં કરતો હતો ગંદુ કામ, અચાનક ભાઈ આવી જતા અંદરનું દ્રશ્ય જોઈ…

 | 4:43 pm IST

મોરબી વાંકાનેર હાઈવે પર આવેલ મકનસર ગામે દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં એક હેવાન બનેવીએ પોતાની જ માનસિક બીમાર સાળીને હવસનો શિકાર બનાવી છે. પોતાનું સાચું ખોટું વિચારવામાં અસક્ષમ એવી સાળી સાથે જયારે દુષ્કર્મ આચરી રહ્યો હતો ત્યારે જ પીડાતાનો ભાઈ બહેનને શોધતા ત્યાં આવી પહોચ્યો હતો અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ થયો હતો. હાલમાં પોલીસે આ આરોપી બનેવીની દુષ્કર્મના આરોપમાં ધરપકડ કરી લીધી છે. પરંતુ સમગ્ર રાજ્યમાં વધતી જતી આવી ઘટનાઓએ સલામત ગુજરાતના નારાને જ શંકાના દાયરામાં મૂકી દીધો છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ મકનસર ગામમાં બનેવી દ્વારા પોતાની જ કૌટુંબિક સાળીને હવસનો શિકાર બનાવવામાં આવી છે. એમાં પણ ભોગ બનનાર સાળી માનસિક બીમાર અને દિવ્યાંગ હતી, પોતે પોતાનું રક્ષણ કરવામાં સમર્થ પણ નહોતી. તેનો ફાયદો ઉઠાવીને રફાળેશ્વર વિસ્તારમાં રહેતા મૂળ ગોંડલના લાભુ ગોહેલ નામના 60 વર્ષીય શખ્સે પોતાની 23 વર્ષની માનસિક બીમાર કૌટુંબિક સાળી ઉપર નજર બગાડી હતી.

7મી તારીખની રાત્રે ભોગ બનનાર પીડિતા કે જે માનસિક બીમાર હોવાની સાથે દિવ્યાંગ પણ છે એનો ભાઈ ઘરે નહોતો, ત્યારે કૌટુંબિક બનેવી આવીને તેને બાજુમાં બનતા નવા મકાનમાં લઇ ગયો હતો. બીજી બાજુ પીડિતાનો ભાઈ ઘરે આવી પોતાની બહેનને ના જોતા તેને શોધવા નીકળ્યો હતો. બાજુમાં નવા મકાનની લાઈટ ચાલુ જોતા ભાઈને શંકા ગઈ હતી અને તે ત્યાં પહોચ્યો હતો. અંદરનું દ્રશ્ય જોઈ ભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આરોપી લાભુ તેની દિવ્યાંગ બહેન સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો. આ જોતા જ તે ઘરમાં દોડી ગયો હતો પણ આરોપી લાભુ ત્યાંથી નાસી છૂટ્યો હતો.

પોતાની બહેન સાથે દુષ્કર્મ આચરનાર શખ્સ લાભુ ગોહિલ સામે પીડીતાના ભાઈએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી લાભુ નાશીને જીલ્લા બહાર નીકળી જાય એ પહેલા જ તેને ઝડપી લીધો છે. બીજી બાજુ પીડિતાના મેડીકલ તપાસ અને ફોરેન્સિક પુરાવા સાથે આરોપીને કડક સજા મળે તે માટે કડક તપાસ શરુ કરી છે.

માણસોમાં વધતી જતી વિકૃતિએ માનવ જીવન માટે મોટો ખતરો બની રહી છે. રાજ્યમાં અનેક જગ્યાઓ પર આ પ્રકારે દુષ્કર્મના બનાવોમાં સતત વધારો થઇ રહ્યો છે. અને સાથે જ સલામત ગુજરાતનો નારો ક્યાંકને ક્યાંક ખોટો સાબિત થઇ રહ્યો છે. આવા માનસિક વિકૃત લોકો કે જે હજી સુધી પોલીસની નજરથી દુર છે અને તેથી જ જાહેરમાં છૂટથી ફરી રહ્યા છે. ત્યારે ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અંગે ખુબ મોટો સવાલા ઉભો થયો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન