Family's shocking revelation against proselytizing in Godhra's Bhuravav
  • Home
  • Featured
  • ગોધરાના ભૂરાવાવમાં ધર્માંતરણના આરોપ સામે પરિવારનો ચોંકાવનારો ખુલાસો

ગોધરાના ભૂરાવાવમાં ધર્માંતરણના આરોપ સામે પરિવારનો ચોંકાવનારો ખુલાસો

 | 2:59 pm IST
  • Share

  • આરોપ લાગનાર પરિવારે કહ્યું અમે ધર્મપરિવર્તન કર્યું નથી

  • એ ડિવીઝન પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ ચાલુ છે

ગોધરાના ભૂરાવાવમાં ધર્માંતરણના આરોપનો મુદ્દો સામે આવ્યો છે. જેમાં આરોપ લાગનાર પરિવારે કહ્યું અમે ધર્મપરિવર્તન કર્યું નથી. તેથી પોલીસે 10થી વધુ લોકોના નિવેદન લઈ છોડી મૂક્યા છે. તથા એ ડિવીઝન પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ ચાલુ છે.

અમારી પર લાગેલા આક્ષેપો ખોટા

ગોધરામાં ધર્મપરિવર્તનના મામલે ધર્મપરિવર્તનનો જે પરિવાર પર આરોપ લાગ્યો હતો તે પરિવારે ખુલાસો કર્યો છે. તથા જણાવ્યું છે કે અમે હિંદુ છીએ અને રહેવાના છીએ. અમે ખ્રિસ્તી ધર્મ પ્રત્યે આકર્ષિત થયા હતા પણ અમે ધર્મપરિવર્તન કર્યું નથી. મે બીજા કોઈને પર ધર્મપરિવર્તન માટે પ્રેર્યા નથી તથા અમારી પર લાગેલા આક્ષેપો ખોટા છે.

જાણો શું હતી સમગ્ર ઘટના :

ગોધરાના ભૂરાવાવમાં ધર્માંતરણ થતું હોવાનો આરોપ સામે આવ્યો છે. જેમાં સોસાયટીના ઘરમાં ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આરોપ છે. તેમાં ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવાતું હોવાનો આરોપ છે. જેમાં નડિયાદના 10 ઉપરાંત ખ્રિસ્તી ધર્મના લોકો મળી આવ્યા છે.

સિંધી પરિવારના મકાનમાં રાત્રીના સમયે ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરાવતા

ગોધરાના ભૂરાવાવ વિસ્તારમાં આવેલ શિવ શક્તિ સોસાયટી વિસ્તારમાં એક મકાનમાં ધર્મપરિવર્તન કરાવાતું હોવાના આક્ષેપ સાથે લોકોએ હોબાળો કર્યો હતો. જેમાં શિવ શક્તિ સોસાયટીમાં સિંધી પરિવારના મકાનમાં રાત્રીના સમયે ખ્રિસ્તી ધર્મમાં ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે લોકટોળાએ હોબાળો કર્યો હતો. જેમાં હોબળા બાદ પોલીસે મકાનમાં તપાસ કરતા મકાનમાંથી નડિયાદથી આવેલા 10 ઉપરાંત ખ્રિસ્તીધર્મના લોકો મળી આવ્યા હતા.

ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં અરજી આપવામાં આવી

ઉલ્લેખનિય છે કે મકાન માલિકની પૂછપરછ દરમિયાન બર્થડે પાર્ટી હોઈ મિત્રોને બોલાવ્યા હોવાનું જણાવ્યું હતુ. તો બીજી તરફ ધર્મપરિવર્તન માટે જ કાર્યવાહી થતી હોવાની સ્થાનિકોની ઉગ્ર રજુઆત કરી હતી. જેમાં રજૂઆતને પગલે તમામ લોકોને પોલીસ મથકે લઈ જઈ પૂછપરછની કાર્યવાહી કરાઇ હતી. જેમાં સ્થાનિક આગેવાનોએ નડિયાદથી આવેલા 10 ઉપરાંત લોકો દ્વારા ધર્મપરિવર્તન કરાવવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે લેખિતમાં અરજી આપવામાં આવી છે. જેમાં અરજીના પગલે પોલીસે કાર્યવાહી હાથધરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો