Famous Gujarati Actor Deepak Dave Passes Away in America
  • Home
  • Ahmedabad
  • ગુજરાતનાં જાણીતા અભિનેતાનું અમેરિકામાં હાર્ટ એટેકથી નિધન, અનુપમ ખેરે વ્યક્ત કર્યું દુઃખ

ગુજરાતનાં જાણીતા અભિનેતાનું અમેરિકામાં હાર્ટ એટેકથી નિધન, અનુપમ ખેરે વ્યક્ત કર્યું દુઃખ

 | 3:04 pm IST

ગુજરાતી ફિલ્મોનાં જાણીતા અભિનેતા અને જાણીતા ગુજરાતી કવિ, નાટ્યલેખક, નવલકથાકાર અને ‘જન્મભૂમિ’ અખબારના ભૂતપૂર્વ તંત્રી સ્વ. હરિન્દ્ર દવેના પુત્ર દીપક દવેનું અમેરિકાના ન્યુયોર્કમાં હાર્ટ એટેકનાં કારણે નિધન થયું છે. તેઓએ ન્યુયોર્કના ભારતીય વિદ્યા ભવનની ઓફિસમાં અંતિમ શ્વાસ લીધા હતા. દીપક દવેના અવસાનથી ભારતીય સમાજમાં શોકની લાગણી પ્રસરી છે.

દીપક દવે એક ઉમદા એક્ટર તો હતા જ, સાથે જ તેમનાં અવાજને કારણે પણ તેઓ ખુબ પ્રખ્યાત હતા. તેઓ વીઓ-ડબિંગ આર્ટીસ્ટ તરીકે પણ કામ કરતાં હતા. 1998માં ‘નાનો દિયરીયો લાડકો’થી તેઓ ગુજરાતી ફિલ્મોમાં પોતાની શરૂઆત કરી હતી. તેઓએ 70થી વધુ નાટકો કર્યા છે, તો 9 ફિલ્મોમાં કામ પણ કર્યું છે. આ ઉપરાંત તેઓએ 15 ટીવી સિરિયલોમાં અભિનય કરી ચૂક્યા છે. ગુજરાતી જ નહીં તેઓએ અંગ્રેજી, હિન્દી અને મરાઠી ભાષાના નાટકોમાં પણ અભિનય કર્યો હતો. દીપક દવેના ‘ચિંગારી’ નાટકને દર્શકોને ખૂબ પ્રસંશા મળી હતી.

વર્ષ 2003માં દીપક દવે ભારતીય વિદ્યા ભવન, મુંબઈ સાથે ડિરેક્ટર ઓફ પ્રોગ્રામ્સ જોડાયા હતા. આ સંસ્થા વૈશ્વિક સ્તરે ભારતીય સંસ્કૃતિના પ્રચારનું કામ કરે છે. બાદમાં તેમણે ભારતીય વિદ્યા ભવન, યુએસએમાં મેનેજર ઓફ પ્રોગ્રામ્સ તરીકે કામ શરૂ કર્યું હતું. વર્ષ 2008થી તેઓ અહીં એક્ઝિક્યુટિવ ડિરેક્ટરનું પદ સંભાળી રહ્યા હતા.

આ વીડિયો પણ જુઓઃ અનલોક 2 શરૂ થઇ રહ્યું છે તો શું કહી રહ્યાં છે સુરતવાસીઓ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન