મહેસાણાનું પ્રખ્યાત અને ટેસ્ટી એવું લીલી હળદરના શાકની રેસિપી નોંધી લો - Sandesh
NIFTY 10,382.70 -14.75  |  SENSEX 33,819.50 +-25.36  |  USD 65.0400 +0.29
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Food & Travel
  • મહેસાણાનું પ્રખ્યાત અને ટેસ્ટી એવું લીલી હળદરના શાકની રેસિપી નોંધી લો

મહેસાણાનું પ્રખ્યાત અને ટેસ્ટી એવું લીલી હળદરના શાકની રેસિપી નોંધી લો

 | 2:30 pm IST

મહેસાણામાં લીલી હળદરનું શાક ઘરેઘરે ફેમસ છે. ઠંડી આવે એટલે લોકોના ઘરમાં લીલી હળદરનુ શાક રોટલા જોડે બનાવાય છે. ટેસ્ટમાં એકદમ સરસ એવી આ રેસિપીના હેલ્થને ફાયદા પણ અનેક છે. લીલી હળદર હેલ્થ માટે બહુ જ ફાયદાકારક હોય છે, તેથી ઠંડીની જમાવટ થતા જ મહેસાણાવાસીઓ આ શાક બનાવે છે. જાણી લો કેવી રીતે બને છે આ રેસિપી.

સામગ્રી:

500 ગ્રામ સૂકી ડુંગળીની પેસ્ટ
500 ગ્રામ ટમેટાની અધધકચરી ગ્રેવી
500-750 ગ્રામ લીલી હળદર
500-750 ગ્રામ લસણ
500 ગ્રામ ઘી
500 ગ્રામ દહીં (લસ્સી જેવું)
250 ગ્રામ આદું
250 ગ્રામ મરચાની પેસ્ટ
250 ગ્રામ લીલા વટાણા
200 ગ્રામ કોથમીર
200-400 ગ્રામ સમારેલ ગોળ
મીઠુ, લાલ મરચું

બનાવવાની રીત:

  • સૌ પ્રથમ ઘી માં લીલી હળદર લાલાશ થાય ત્યાંસુધી સાંતળી લેવી(બળી ન થાય તેનુ ધ્યાન રાખવું.)
  • પછી લસણ ઉમેરી સાંતળવું, સંતળાય જાય એટલે ડુંગળીની પેસ્ટ ઉમેરવી.
  • પછી ટામેટાની ગ્રેવી ઉમેરવી. ઘી છૂટું પડે એટલે આદું વાસણને અડે નહીં તેમ છૂટું છવાયું ભભરાવી 1-2 મિનીટ રહેવા દહી મરચાની પેસ્ટ ઉમેરવી.
  • પછી જરૂર મુજબ મીઠુ, લાલ મરચું ઉમેરવું.
  • પછી વટાણા અને ગોળ ઉમેરી મિક્સ કરવું.
  • છેલ્લે દહીં ઉમેરી બરાબર મિક્સ કરી દેવું.
  • કોથમીર ઉમેરી ગાર્નિશ કરવું. લો, હવે તૈયાર છે હળદર. આ શાહકને કોઈ પણ લોટના રોટલા જોડે સર્વ કરવું.