Famous Historical Temples Of ganesha do the Darshan
  • Home
  • Astrology
  • આ જગ્યાએ ગણપતિ 100 ટકા પૂર્ણ કરે છે મનોકામના! કામ થતાં કરવું પડશે અહીં તિલક

આ જગ્યાએ ગણપતિ 100 ટકા પૂર્ણ કરે છે મનોકામના! કામ થતાં કરવું પડશે અહીં તિલક

 | 12:49 pm IST

આપણા ભારતમાં ગણેશજીના અનેક મંદિરો આવેલા છે. જેમનો અલગ અલગ મહિમા રહેલો છે. આજે ગણેશ ચતુર્થીના પાવન પર્વ પર અમે તમને ખાસ એક વિશિષ્ઠ મંદિરના દર્શન કરાવીશું જ્યાં બાપ્પા પોતાના ભક્તોનાં તમામ દુખો દૂર કરે છે અને જે પણ ભક્ત આ મંદિરે દર્શન કરવા આવે છે વિધ્નહર્તા તેમના દરેક કષ્ટ દૂર કરી તમામ મનોકામના પૂર્ણ કરે છે.

મધ્યપ્રદેશમાં પ્રકૃત્તિની ગોદમાં આવેલ આ ખુબજ રમ્ય મંદિર એટલે ખજરાના ગણેશ મંદિર. આ મંદિર ખુબજ રોચક ઇતિહાસ ધરાવે છે. ઈન્દોરમાં સ્થિત આ મંદિર સાથે એક એવી માન્યતા જોડાયેલી છે કે અહીં જે પણ ભક્તો પોતાની મનની ઇચ્છા લઈને આવે છે બાપ્પા જરૂરથી તેની ઇચ્છાઓ પૂર્ણ કરે છે. માનતા પૂરી થતા જ ભક્તો અહીં ગણેશજીની પીઠ પર ઉલ્ટા સ્વસ્તિકનું નિશાન બનાવે છે. ગણેશ ઉત્સવ પર તો આ મંદિરની રોનક વધારે વધી જતી હોય છે.

શા માટે લગાવવામાં આવે છે ઉલ્ટું તિલક

શાસ્ત્રો અનુસાર બાપ્પાની પીઠના દર્શન કરવાને અશુભ માનવામાં આવે છે. જ્યોરે ભક્તોની માનતા પૂરી થાય છે અને કાર્ય પૂર્ણ થાય છે. ભક્તો આંખો બંધ કરીને બાપ્પાની પીઠ પર ઉલ્ટા સ્વસ્તિષ્કનું નિશાન બનાવે છે. જેથી કરીને તેની માનતાને કોઈની ખરાબ નજર ન લાગે. બાપ્પા પોતાના ભક્તોની ખુશીઓને પીઠ પર લાદીને આગળ નીકળી જાય છે. આમ ભક્તો પર કોઈ ખરાબ અસર નથી થતી.

મહારાણીએ કરાવ્યું હતું મંદિર નિર્માણ
ખજરાના મંદિરનું નિર્માણ 1735માં મહારાણી અહલ્યાબાઈએ કરાવ્યુ હતુ. એવી માન્યતા છે કે બાપ્પા મહારાણીનાં સપનામાં આવ્યા હતા.

બુધવારનું છે વિશેષ મહત્વ
આમ તો અહીં રોજદ ગણેશજીની પૂજા અર્ચના કરવામાં આવે છે પણ બુધવારે ગણપતિજીને વિશેષ લાડૂઓનો પ્રસાદ ચડાવવામાં આવે છે. લોકો પોતાની શ્રદ્ધા અનુસાર અલગ અલગ પ્રકારનો લાડૂનો પ્રસાદ ધરાવે છે. બુધવારના દિવસે અંહી વિશેષ પૂજન અર્ચન કરવામાં આવે છે. દૂર દુરથી મોટી આશા સાથે ભકતો આ મંદિરે દર્શન કરવા આવે છે. આ મંદિર દેશના સૌથી ધનાઢ્ય મંદિરોમાં મોખરાનું સ્થાન ધરાવે છે બાપ્પાને ભક્તો અહીં મનમુકીને દાન આપે છે.

આ Video જુઓ: ગણેશ સ્થાપનાની શાસ્ત્રોક્ત રીત, જાણો શાસ્ત્રી પાસેથી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન