famous indian web series which gave fame to stars
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • Photos: ફિલ્મોમાં ભલે ન ચાલી આ કલાકારોની ગાડી, વેબસીરીઝે ખુબ પ્રસિદ્ધિ અપાવી

Photos: ફિલ્મોમાં ભલે ન ચાલી આ કલાકારોની ગાડી, વેબસીરીઝે ખુબ પ્રસિદ્ધિ અપાવી

 | 3:23 pm IST

લોકડાઉન દરમિયાન OTT પ્લેટફોર્મ પર વેબ સીરીઝને અદભૂત સફળતા મળી. લોકડાઉન પહેલા પણ વેબ સિરીઝનો દબદબો રહ્યો. દર્શકોને વેબ સીરીઝ ખુબજ પસંદ આવી રહી તેની પાછળનું કારણ એ છે કે દર્શકોને એક અલગજ દુનિયા અને મનોરંજન મળી રહી છે. કેટલાયે એવા કલાકર છે જેમને વેબ સીરીઝે ભરપુર પ્રસિદ્ધિ અપાવી. કેટલાક કલાકારો માટે ડીજીટલ પ્લેટફોર્મ લકી રહ્યુ.

શોભિતા ધૂલીપાલાએ એમેઝોન પ્રાઈમ શો મેડ ઇન હેવનમાં શાનદાર કામગીરી કરી હતી. આ વેબ સિરીઝમાં, શોભિતાએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું શોભિતા ખુબજ લોકપ્રિય બની હતી. આ પછી તે બાર્ડ ઓફ બ્લડ સિરીઝમાં પણ જોવા મળી હતી.

TVF પીચર્સ અભિનેતા જીતેન્દ્ર કુમાર માટે 2012ની વેબ સિરીઝ નસીબની ચાવી સાબિત થઈ. આ શો પછી જ લોકોએ તેના ચહેરાની નોંધ લીધી. જો કે આ પહેલા તે પરમેનન્ટ રૂમમેટ્સમાં જોવા મળ્યો હતો, TVF પીચર્સ બાદ અભિનેતાને કોટા ફેક્ટરી, પંચાયત જેવી સીરીઝમાં કામ કરવાનો મોકો મળ્યો. 2019 માં રિલીઝ થયેલી ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાન જીતેન્દ્ર આયુષ્માન ખુરાના સાથે કામ કર્યુ.

અભિનેત્રી રતિ અગ્નિહોત્રીના પુત્ર અભિનેતા તનુજ વિરવાનીએ લવ યુ સોનીયો ફિલ્મથી અભિનયની શરૂઆત કરી હતી. પુરાની જીન્સ,વન નાઇટ સ્ટેન્ડ જેવી ફિલ્મો કરી જો કે 2017 માં તે વેબ સિરીઝ ઇનસાઇઝ એજમાં દેખાયો. જ્યારે આ વેબ સિરીઝમાં અંગદ બેદીને સ્થાન મળ્યું, તનુજને પણ લોકપ્રિયતા મળી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન