famous makeup artist pandhari juker dies at age 88
  • Home
  • Entertainment
  • Bollywood
  • ‘બીગ બી’ સહિત બોલિવૂડની બધી જ હસતી રાતે પાણીએ રડી, સિનેમાએ એક પાયો જ ખોઈ દીધો!

‘બીગ બી’ સહિત બોલિવૂડની બધી જ હસતી રાતે પાણીએ રડી, સિનેમાએ એક પાયો જ ખોઈ દીધો!

 | 7:47 am IST

નરગિસથી લઈને કરિના કપૂર સુધી અને દિલીપ કુમારથી લઈ શાહરૂખ ખાન સુધીના મેકઅપ કરનાર હિન્દી ફિલ્મ જગતના મશહુર મેકઅપ કલાકાર પંઢરી જુકરનું સોમવારે મુંબઈમા નિધન થયું છે. લોકો તેને પંઢરી દાદાના નામથી ઓળખતા હતા. 88 વર્ષના પંઢરી દાદાએ પોતાના જીવનના 60 વર્ષો સિનેમાને આપ્યા છે.

યશ ચોપડાએ એક ઈન્ટરવ્યૂમાં કહેલું કે, મેકઅપ એ સ્ક્રીન પર ચહેરો ચમકાવવાનું કામ નથી. મેકઅપ એવી વસ્તુ છે જે તેના ચહેરા પર વ્યક્તિના મનની સુંદરતા બતાવી શકે છે. અને જો તે બ્લેક એન્ડ વ્હાઈટથી રંગીન સિનેમા સુધી સફળતાપૂર્વક આવું કામ કરી શકે છે, તો તે છે પંઢારી દાદા. યશ ચોપડા અને પંઢરી દાદાનો સંબંધ દશકો સુધી ચાલ્યો હતો.

તે એક કલાકાર પણ હતા. જેમણે સુભાષ ધઈને તેમની ફિલ્મ કર્મામાં માધુરી દીક્ષિતને લેવાની ભલામણ કરી અને પછી સુભાષ ધઇએ ના પાડી. પછી પંઢરી દાદાએ અદભૂત કમાલ કર્યો અને સુભાષ ધઈ પોતે માધુરી દીક્ષિતને સાઇન કરવા તેમના ઘરે ગયા. મીના કુમારીથી માંડીને મધુ બાલા, દિલીપકુમાર, રાજ કપૂર, દેવ આનંદ, રાજેશ ખન્ના, અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, આમિર ખાન અને કરિના કપૂર સુધીના સેલેબ્રિટીના મેકઅપ કરનારા પંઢરી દાદા અમિતાભ બચ્ચન સાથે પણ ખાસ સંબંધ ધરાવતા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન