Famous Music Composer Mohammed Zahur Khayyam Passed Away
  • Home
  • Entertainment
  • Bollywood
  • જાણીતા સંગીતકાર ખય્યામનું 93 વર્ષે નિધન, PM મોદીએ ટ્વીટ કરી વ્યક્ત કરી સંવેદના

જાણીતા સંગીતકાર ખય્યામનું 93 વર્ષે નિધન, PM મોદીએ ટ્વીટ કરી વ્યક્ત કરી સંવેદના

 | 12:05 am IST

આખું બોલિવૂડ હાલ શોક મગ્ન છે. ‘કભી-કભી’, ‘ઉમરાવ જાન’ જેવી સુપરહિટ ફિલ્મમાં શાનદાર સંગીત આપનાર લોકપ્રિય સંગીતકાર ખય્યામનું સોમવારે મુંબઈના સુજોય હોસ્પિટલ ખાતે દુ:ખદ નિધન થયું છે. તેઓ 92 વર્ષના હતા. તેમના નિધનનું કારણ હૃદય રોગનો હુમલો બતાવવામાં આવી રહ્યો છે.

ખરાબ સ્વાસ્થ્યના પગલે ખય્યામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. 16 ઓગસ્ટે તેમને ICUમાં દાખલ અને હાલાત ગંભીર હોવાની રિપોર્ટ્સ સામે આવી હતી. મીડિયા રિપોર્ટ મુજબ તેઓ ગંભીર લંગ ઇન્ફેક્શનથી લડી રહ્યા હતા. રિપોર્ટ પ્રમાણે રાતે લગભગ 9:30 વાગે તેમને હાર્ટ એટેક આવ્યું હતું. લંગ ઇન્ફેક્શન અને વધુ ઉંમરના કારણે તેમનું શરીર પણ ઘણું કમજોર થઈ ગયું હતું. તેઓ 21 દિવસ હોસ્પિટલમાં દાખલ હતા.

ખય્યામના નિધન પર દિગ્ગજ સિંગર લતા મંગેશ્કરે ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને લખ્યું કે,‘સુપ્રસિદ્ધ સંગીતકાર ખય્યામ સાહબના નિધનથી ઘણું દુઃખ થયું છે. શાનદાર સંગીતથી તેમણે અગણિત ગીતોને અમર બનાવ્યા છે. તેમના અપ્રતિમ યોગદાન માટે ફિલ્મ અને કલા જગત હંમેશા તેમનું આભારી રહેશે. દુખના આ સમયમાં મારી સંવેદનાઓ તેમના ફેન્સ સાથે છે.’

આપને જણાવી દઈએ કે ખય્યામે પોતાના કરિયરની શરૂઆત 1947માં કરી હતી. વો સુબહ કભી તો જાયેગી, જાને ક્યાં ઢૂંઢતી રહેતી હૈ યે આંખે મુઝમે, બુઝા દિએ હૈ ખુદ અપને હાથો, ઠહરિયે હોશ મેં આ લૂં, તુમ અપના રંજો ગમ અપની પરેશાની મુજે દે દો, શામે ગમ કી કસમ, બહારોં મેરા જીવન ભી સંવારો જેવા અનેક ગીતોમાં પોતાના સંગીતથી ચાર ચાંદ લગાવી ચૂક્યાં છે. જ્યારે કભી કભી અને ઉમરાવ જાન જેવી ફિલ્મો માટે તેમને ફિલ્મફેર એવોર્ડ મેળ્યો હતો.

આ વીડિયો પણ જુઓ: ભારતની સમગ્ર પોસ્ટ ઓફીસમાં ગંગાજળનું વેચાણ કર્યું શરૂ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન