જો તમને વાઈલ્ડ સફારી પસંદ હોય, તો ભારતની આ જગ્યા છે તમારા માટે બેસ્ટ - Sandesh
  • Home
  • Food & Travel
  • જો તમને વાઈલ્ડ સફારી પસંદ હોય, તો ભારતની આ જગ્યા છે તમારા માટે બેસ્ટ

જો તમને વાઈલ્ડ સફારી પસંદ હોય, તો ભારતની આ જગ્યા છે તમારા માટે બેસ્ટ

 | 3:56 pm IST

જે લોકો ફરવાનું વધારે પસંદ હોય તે લોકોને અલગ-અલગ જગ્યાએ ફરવાનું વધારે ગમે છે. કેટલાંક લોકોને પ્રકૃતિ તો કેટલાંક લોકોને વાઈલ્ડ સફારીનો શોખ હોય છે. તેવામાં વાઈલ્ડ સફારી અને ફોટોગ્રાફીનો શોખીન લોકો કર્ણાટકના નાગરહોલ નેશનલ પાર્કમાં જઈ શકે છે. વાઈલ્ડ સફારી માટે ફેમસ આ જગ્યાને ગાંધી નેશનલ પાર્કના નામથી પણ ઓળખવામાં આવે છે. પ્રાણીઓ અને વન્યજીવોને જોવા દર વર્ષ હજારોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. કર્ણાટકનાં આ પાર્કમાં કેટલા પ્રકારનાં પ્રાણી અને સુંદર પક્ષીઓ જોવા મળે છે. આજે અમે તમને આ જગ્યા વિશે જણાવીશું.

એક સમયે મૈસૂરના રાજોએ શિકાર કરવા માટે આ જગ્યા પર આવતા હતા અને આજે આ જગ્યા ફેમસ છે ટૂરિસ્ટો માટે. અહીં તમને એશિયાઈ હાથી, રંગ-બેરંગી પક્ષી, અને પશુઓ તમને જોવા મળશે. 1983માં તેને નેશનલ પાર્કનું નામ આપવામાં આવ્યું હતું અને 1995માં તેને વાઈલ્ડ લાઈફ સેન્ચુરી બનાવવામાં આવી. મૈસૂર અને કૂર્ગની વચ્ચે આવેલો આ પાર્ક મુદુમલાઈ ફોરેસ્ટ રિજર્વ અને નીલગિરી બાસોસ્ફેસર રિજર્વનો ભાગ છે.

અહીં તમને વાઘ મોટી સંખ્યામાં જોવા મળશે. આ પાર્કમાં પ્રવાસીઓની સુરક્ષા માટે ખાસ ધ્યાન રાખવામાં આવે છે. ઓક્ટોબરથી ફેબ્રુઆરીની વચ્ચે ફરવા માટે આ સૌથી સારી જગ્યા છે. વરસાદની સીઝનમાં અહીં પ્રવાસીઓ વધારે આવે છે. પરંતુ તે સિવાય અહીં મોટી સંખ્યામાં ટૂરિસ્ટો આવે છે.