fan breaches security authorities and touched dhoni in india VS new zealand cricket
  • Home
  • Sports
  • Cricket
  • T-20માં ન્યૂઝીલેન્ડ સામે ધોનીએ ભલે 2 રન બન્યા, પણ મેદાનમાં કર્યું એવું કામ કે ગર્વ થશે

T-20માં ન્યૂઝીલેન્ડ સામે ધોનીએ ભલે 2 રન બન્યા, પણ મેદાનમાં કર્યું એવું કામ કે ગર્વ થશે

 | 11:29 am IST

ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ અને વન-ડે સિરીઝ જીત્યા બાદ ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પહોંચી હતી જ્યાં વન-ડે સિરીઝ 4-1થી જીતી હતી. પરંતુ ટી-2૦ સિરીઝમાં ભારતનો 2-1થી પરાજય થયો હતો.

પરંતુ આ ક્રિકેટ મેચ દરમિયાન ધોનીએ એક પ્રશંસકની સાથે મેદાનમાં હાજર લોકોનું દિલ જીતી લીધું હતું. મેચ દરમિયાન વિકેટકીપિંગ કરી રહેલા ધોનીને મળવા એક ફેન પોતાના હાથમાં તિરંગો લઈને મેદાનમાં ઘુસી જાય છે અને કોઈ સમજે તે પહેલા તે ધોનીના પગમાં પડી જાઈ છે. આ વચ્ચે તેના હાથમાં રહેલા રાષ્ટ્રીય ધ્વજ જમીનને અડે તે પહેલા ધોની તેને હાથમાંથી લઈ લે છે અને તેને ઝડપથી મેદાન બહાર જવાનું કહે છે.

ઉલ્લેખનિય છે કે ન્યૂઝીલેન્ડે સિરીઝની પ્રથમ વન-ડે જીતી હતી. ભારતે વાપસી કરતાં બીજી વન-ડેમાં વિજય મેળવી 1-1ની બરાબરી મેળવી હતી. ત્રીજી મેચમાં ભારતીય ટીમે અંત સુધી લડાયક મિજાજ દર્શાવ્યો હતો પરંતુ ચાર રનથી હાર મળી હતી. અને સિરીઝ પણ હારી ગઈ હતી.

આ સાથે ટીમ ઈન્ડિયાના છેલ્લી 1૦ ટી-2૦ સિરીઝથી ચાલી રહેલા અજપરાજેય અભિયાન પર ન્યૂઝીલેન્ડે બ્રેક લગાવી હતી.

બેટ્સમેનના દમદાર પ્રદર્શનની મદદથી ન્યૂઝીલેન્ડે મોટા સ્કોરવાળા ત્રીજા મેચમાં ભારતને ચાર રનથી હરાવીને 2-1થી સિરીઝ પોતાના નામે કરી લીધી હતી.

આ સાથે ભારતનું સતત 10 સિરીઝથી ચાલી રહેલું વિજયી અભિયાન પણ સમાપ્ત થઈ ગયું છે. ભારતે છેલ્લે 2017માં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ટી20 સિરીઝ ગુમાવી હતી. દિગ્ગજ ખેલાડી ધોનીનો આ 300મો ટી20 મેચ હતો, જેમાં તે માત્ર 2 રન બનાવી આઉટ થયો હતો.

પરંતુ આ ક્રિકેટરે મેચ દરમિયાન પોતાના એક પ્રશંસકની સાથે મેદાનમાં હાજર લોકોનું દિલ જીતી લીધું હતું. સોશિયલ મીડિયા પર વાયરલ એક વીડિયોમાં જોઈ શકાય છે કે, મેચ દરમિયાન વિકેટકીપિંગ કરી રહેલા ધોનીને મળવા એક ફેન પોતાના હાથમાં તિરંગો લઈને સુરક્ષાનો ઘેરો તોડીને મેદાનમાં ઘુસી જાય છે અને કોઈ સમજે તે પહેલા તે ધોનીના પગમાં પડી જાઈ છે.

અહીં તે પોતાના કુરતાથી ધોનીના શૂઝ લુછવા લાગે છે. આ વચ્ચે તેના હાથમાં રહેલા રાષ્ટ્રીય ધ્વજ જમીનને અડે તે પહેલા ધોની તેને હાથમાંથી લઈ લે છે અને તેને ઝડપથી મેદાન બહાર જવાનું કહે છે.