Fan Cried After Seeing Anushka Sharma In-front of Her
  • Home
  • Featured
  • Photos: અનુષ્કાને જોતા જ રડવા લાગી તેની ફેન, અભિનેત્રી પણ થઈ ગઈ ભાવુક

Photos: અનુષ્કાને જોતા જ રડવા લાગી તેની ફેન, અભિનેત્રી પણ થઈ ગઈ ભાવુક

 | 1:28 pm IST

અનુષ્કા શર્મા અને વરૂણ ધવનની ફિલ્મ ‘સુઈ ધાગા’ 28 સપ્ટેમ્બરનાં રોજ રીલીઝ થશે. બંને કલાકારો પોતાની ફિલ્મનું જોરદાર પ્રમોશન કરી રહ્યા છે. કેટલાક દિવસ પહેલા અનુષ્કા પ્રમોશન માટે કોલકાતા ગઈ હતી. ત્યાં અનુષ્કા પોતાની એક ફેનને મળી હતી. પોતાની ફેવરેટ એક્ટ્રેસને સામે જોતા જ ફેન ઘણી જ ઇમોશનલ થઈ ગઈ હતી અને રડવા લાગી હતી.

આ પણ વાંચો: શાહરૂખ ખાને ચીટિંગ કરીને પુરી કરી ‘સુઈ ધાગા’ ચેલેન્જ, જુઓ વિડીયો

અનુષ્કાની આ ફેનનું નામ મંજિષ્થા કરમાકર છે. તે 19 વર્ષની છે. અનુષ્કાને જોઇને મંજિષ્થા રડવા લાગી હતી. આ જોઇને અનુષ્કા પણ ભાવુક થઈ ગઈ હતી. અનુષ્કાએ ત્યાં હાજર પોતાના ફેન્સ સાથે લાંબો સમય વાત કરી હતી. તેમના જીવન વિશે જાણ્યું અને ફિલ્મ વિશે જણાવ્યું હતુ.

આ પણ વાંચો: અક્ષયે સ્વીકારી ‘સુઈ ધાગા’ ચેલેન્જ, પરંતુ થઈ જોવા જેવી

ફિલ્મનું અત્યારે જોરદાર પ્રમોશન ચાલી રહ્યું છે. સોશિયલ મીડિયા પર ‘સુઈ ધાગા’ ચેલેન્જ ટ્રેન્ડ કરી રહ્યો છે. આ ચેલેન્જ ઘણા બોલીવુડ સેલિબ્રિટી લઇ ચુક્યા છે. કેટલાક તેમા સફળ રહ્યા હતા તો કેટલાક નિષ્ફળ. આ ઉપરાંત સોશિયલ મીડિયા પર અનુષ્કાનાં મીમ્સ પણ વાયરલ થઈ રહ્યા છે જેને કારણે ફિલ્મનું સારુ પ્રમોશન થઈ રહ્યું છે.

આ પણ વાંચો: Photos: ‘સુઈ ધાગા’ની અનુષ્કા પર બનેલા આ મેમે પેટ પકડી હસાવશે

આ ફિલ્મમાં અનુષ્કા ‘મમતા’નાં તો વરૂણ ધવન ‘મૌજી’નાં રોલમાં જોવા મળશે.