Video: તિરંગાનું અપમાન કરનાર ફેન પર આ રીતે ભડક્યો સુનીલ છેત્રી - Sandesh
  • Home
  • Videos
  • Video: તિરંગાનું અપમાન કરનાર ફેન પર આ રીતે ભડક્યો સુનીલ છેત્રી

Video: તિરંગાનું અપમાન કરનાર ફેન પર આ રીતે ભડક્યો સુનીલ છેત્રી

 | 11:34 am IST

ભારતીય ફૂટબૉલ ટીમનો કેપ્ટન સુનીલ છેત્રી તાજેતમાં જ એક ફેન પર ભડક્યો હતો. મેચ દરમિયાન એક ફેને સુનીલ છેત્રી પાસે ઑટોગ્રાફ માંગ્યો હતો, પરંતુ જે રીતે તેણે ઑટોગ્રાફ માંગ્યો તે જોઇને સુનીલ છેત્રી નારાજ થયો હતો. તેણે ઑટોગ્રાફ માંગી રહેલા ફેનને ફટકાર લગાવી અને કહ્યું કે તે આવુ ના કરે.

સુનીલનો ઑટોગ્રાફ લેવા માટે એક ફેને તિરંગો ઉછાળ્યો હતો અને ત્યારબદ તિરંગો જમીન પર પડ્યો હતો. તિરંગાનું આ અપમાન જોતા સુનીલ છેત્રી નારાજ થયો હતો અને ફેનને આવુ ના કરવાનું કહ્યું હતુ. આ ઘટના મુંબઇમાં ફૂટબૉલ ઇન્ટરકૉંટિનેટલ કપ દરમિયાન બની હતી.