Fanney Khan: ઐશ્વર્યાનો દિલકશ અંદાજ, અનિલ કપૂરની દમદાર વાપસી Video - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • Fanney Khan: ઐશ્વર્યાનો દિલકશ અંદાજ, અનિલ કપૂરની દમદાર વાપસી Video

Fanney Khan: ઐશ્વર્યાનો દિલકશ અંદાજ, અનિલ કપૂરની દમદાર વાપસી Video

 | 5:06 pm IST

અનિલ કપૂર અને એશ્વર્યા રાયની અપકમિંગ ફિલ્મ ફન્ને ખાનું ટીઝર રિલિઝ કરવામાં આવ્યું છે. આ ટીઝરમાં એશ્વર્યા રૉકસ્ટાર અને અનિલ કપૂર એક સામાન્ય માનવીના પાત્રમાં જોવા મળી રહ્યાં છએ. ફિલ્મના ટીઝરમાં અસલ ફન્ને ખાંનો અર્થ શું છે તે અનેક પાત્રોના સપનાઓ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

ફન્ને ખાં વર્ષ 2000માં રિલિઝ થયેલી ડચ ફિલ્મ એવરીબડીસ ફેમસ પર આધારિત છે. જો કે નિર્માતાઓએ આ ફિલ્મને એક નવો ટ્વિસ્ટ આપ્યો છે. આ ફિલ્મમાં એશ્વ્રર્યા એક ગ્લેમરસ સિંગિંગ સેન્શેશન છે અને અનિલ કપૂર સિંગર બનવા માટે સ્ટ્રગલ કરતો જોવા મળશે. આ ફિલ્મ મ્યુઝિકલ કોમેડી છે.

ફિલ્મના ટીઝરની શરૂઆત એશ્વર્યાના રૉકસ્ટાર લુક સાથે થાય છે. તે પછી અનિલ કપૂરની એન્ટ્રી થાય છે જે કદાચ એક ટેક્સી ડ્રાઇવર છે અને સંગીતનો ચાહક છે. આ ફિલ્મમાં એશ્વર્યા પોતાનાથી 10 વર્ષ નાના રાજકુમાર રાવ સાથે પ્રેમાલાપ કરતી જોવા મળશે.

ઘરની છત પર બેસીને મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટની ધૂનને માણવી તે દર્શાવે છે કે આ વ્યક્તિના સપના કંઇક મોટા છે. એશ્વર્યા અને અનિલ કપૂર ઉપરાંત આ ટીઝરમાં રાજકુમાર રાવની પણ ઝલક જોવા મળે છે. ટીઝરમાં તેની જે પ્રકારે ઝલક દર્શાવવામાં આવી છે તે જોઇને લાગી રહ્યું છે કે રાજકુમાર રાવનું પાત્ર ફિલ્મની સ્ટોરીને ટ્વિસ્ટ આપનારુ છે.

ઉલ્લેખનીય છે કે અતુલ માંજરેકરના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ 3 ઓગસ્ટના રોજ રિલિઝ થવા જઇ રહી છે.