Fans asked First PM Name to Actress Ananya pandey
  • Home
  • Entertainment
  • Bollywood
  • જ્યારે ‘SOTY’ ફેમ અનન્યા પાંડેને ફેન્સે પૂછ્યું પહેલા વડાપ્રધાનનું નામ, તો એક્ટ્રેસે કહ્યું…

જ્યારે ‘SOTY’ ફેમ અનન્યા પાંડેને ફેન્સે પૂછ્યું પહેલા વડાપ્રધાનનું નામ, તો એક્ટ્રેસે કહ્યું…

 | 8:44 pm IST

ટાઈગર શ્રોફ સ્ટારર ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર’(SOTY)થી બોલિવૂડમાં ડેબ્યૂ કરનારી અભિનેત્રી અનન્યા પાંડે તાજેતરમાં ઈન્દોર ખાતે એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન તેને જનતા સાથે સીધે જોડાવવાની તક મળી હતી. પરંતુ અનન્યાએ એક વિચિત્ર જવાબ આપ્યો હતો.

મીડિયા રિપોર્ટ મુજબ અનન્યાએ ત્યાં હાજર ઓડિયન્સને કહ્યું કે મહેરબાની કરીને મારાથી જનરલ નોલેજ(જીકે)ના સવાલ ના પૂછતા. અનન્યાની આ વાત સાંભળીને ત્યાંની ઓડિયન્સ ખડખડાટ હસવા લાગી. ત્યાર બાદ એક ફેને અનન્યાથી જીકે નો જ એક સવાલ પૂછ્યો. ફેન્સે પૂછ્યું કે ભારતના પહેલા વડાપ્રધાન કોણ હતા? તેનો સાચો જવાબ આપતા અનન્યાએ કહ્યું કે મિસ્ટર જવાહરલાલ નેહરુ.

અનન્યાનો આ જવાબ સાંભળીને ત્યાં હાજર જનતા ચીયર કરવા લાગી. આ કર્યક્રમ દરમિયાન અનન્યાએ નેપોટિઝમ, કોલેજ લાઈફ અને અન્ય કેટલાક મુદ્દાઓ પર વાત કરી. આપને જણાવી દઈએ કે અનન્યાએ ‘સ્ટુડન્ટ ઓફ ધ ઈયર 2’માં તારા સુતારિયા અને ટાઈગર શ્રોફ સાથે કામ કર્યું છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર એવરેજ કમાણી કરી હતી. પરંતુ અનન્યાના કામના વખાણ થયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન