fans misbehaved with bollywood celebs on reality shows viral video
  • Home
  • Entertainment
  • Bollywood
  • …રિયાલિટી શોમાં થયાં ન થવાના કામ! કોઈનો ડ્રેસ ફાટ્યો, કોઈને થપ્પડ તો કોઈને જબરદસ્તી કિસ

…રિયાલિટી શોમાં થયાં ન થવાના કામ! કોઈનો ડ્રેસ ફાટ્યો, કોઈને થપ્પડ તો કોઈને જબરદસ્તી કિસ

 | 3:26 pm IST

બોલિવૂડ અને ટીવીની દુનિયામાં કેટલીક વાર એવી ઘટનાઓ સામે આવે છે કે જોઈને કે સાંભળીને લોકો હેરાન રહી જતા હોય છે. હાલમાં જ નેહા કક્કડને ઈન્ડિયન આયડલના મંચ પર એક સ્પર્ધકે જબરદસ્તી કિસ કરી લીધી. પરંતુ આવું પહેલી વાર નથી બન્યું. આ પહેલા પણ રિયાલિટી શોમાં સ્ટારને ફેન્સની અજીબ હરકતોનો સામનો કરવો પડ્યો છે.

નેહા કક્કડ

પોપ્યુલર સિગિંગ રિયાલિટી શો ઈન્ડિયન આયડલમનાં જજ નેહા કક્કડ બધાની ફેવરિટ છે. પરંતુ હાલમાં જ કંઈક એવું થયું જે બધા માટે ચોંકાવનારુ હતું. ઈન્ડિયન આયડલના મંચ પર એક સ્પર્ધકે નેહાને જબરદસ્તી ગળે લગાવી અને કિસ કરી લીધી. આ ઘટનાનો વીડિયો પણ ખુબ વાયરલ થયો છે. સ્પર્ધકની આ હરકત જોઈને અનુ મલિક પણ ખુબ ગુસ્સે થયો હતો.

હિના ખાન

આ સિવાય જો વાત કરીએ તો હિના ખાન સાથે તો આનાથી પણ વધારે ખરાબ ઘટના બની હતી. હિના જ્યારે બિગ બોસમાં હતી ત્યારે એની હરકતોથી સૌ કોઈ નારાજ હતા. એવામા તે એક વખત મુંબઈ મોલમાં બિગ બોસની તેની ફ્રેન્ડ માટે વોટ માટેની અપીલ કરવા પહોંચી હતી. ત્યારે કેટલાક લોકો તેની નજીક આવ્યા અને બદ્તમીજી કરી હતી. કેટલાક લોકોએ તેનાં વાળ ખેચ્યાં તો કેટલાક લોકોએ ધક્કામુક્કી કરી હતી.

ગૌહર ખાન

હવે જો વાત કરીએ હીરોઈન ગૌહર ખાનની તો એની સાથે તો એક કરતાં પણ વધારે કાંડ થઈ ચૂક્યા છે. રૈમ્પ વોક કરતાં કરતાં એની ડ્રેસ ફાટવાથી લઈને અજીબ લોકોએ થપ્પડ મારવાના દાખલા તેના નામે છે.

એક વખત રિયાલિટી શોમાં ગૌહર ખાન હોસ્ટ કરી રહી હતી. ત્યારે એક શખ્સે એની ડ્રેસને લઈ સ્ટેજ પર જઈને એક થપ્પડ મારી દીધી. આ ઘટના જોઈને અભિનેત્રીને તો હેરાનગતિ થઈ જ હતી પરંતુ આખું બોલિવૂડ ચોંકી ગયું હતું. કેટલાય સ્ટાર લોકોએ આ ઘટનાની ભારે નિંદા કરી હતી.

આ વીડિયો પણ જુઓ: સુરેન્દ્ગનગરના ધ્રાંગધ્રામાં 2 હોસ્પિટલમાં ITની રેડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન