Fans were shocked to see Shilpa Shetty's Halloween look
  • Home
  • Entertainment
  • Bollywood
  • શિલ્પા શેટ્ટીનો હેલોવીન લૂક જોઈને ફેન્સ ડરી ગયા

શિલ્પા શેટ્ટીનો હેલોવીન લૂક જોઈને ફેન્સ ડરી ગયા

 | 3:24 am IST
  • Share

દુનિયાભરમાં હેલોવીન વીક મનાવાઇ રહ્યો છે. એવામાં એક ડરામણા કોસ્ચ્યૂમમાં શિલ્પા શેટ્ટીનો હેલોવિન લૂક પણ સામે આવ્યો છે. શિલ્પાએ તેનો ડરામણો લૂક સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે.

શિલ્પાનો આ લૂક એટલો ડરામણો છે કે નબળા હૃદયના લોકો તેને જોઇ શકે તેમ જ નથી. શિલ્પા શેટ્ટીએ રવિવારે સાંજે તેનો એક લૂક ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે જેમાં તેણે તેના કેટલાય ફોટો ઇન્સ્ટા રીલમાં શેર કરે છે. એવામાં ભયંકર ડરામણા મેકઅપની સાથે શિલ્પા વ્હાઇટ ડ્રેસમાં જોવા મળી હતી.

તેના મેકઅપ લૂકની સાથે જ ચૂડેલના રૂપમાં શિલ્પાની સ્માઇલ પણ જોવાલાયક છે. વ્હાઇટ ડ્રેસ, છુટ્ટા વાળ, ફેસ પર સ્ક્રેચીસ અને લાંબા લાંબા નખ… આ વીડિયો જોતા લાગે કે જાણે આપણી સામે સાચ્ચે જ કોઇ ખરેખર ભૂત ઉભું હોય.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો