પંખા જ્યારે વાંસ અને પાંદડાની પટ્ટીથી બનતા - Sandesh
  • Home
  • Kids Corner
  • પંખા જ્યારે વાંસ અને પાંદડાની પટ્ટીથી બનતા

પંખા જ્યારે વાંસ અને પાંદડાની પટ્ટીથી બનતા

 | 2:50 am IST

ટેબલ ફેન એ એક ઇલેક્ટ્રીક ઉપકરણ છે. તેનો ઉપયોગ ગરમીમાં રાહત મેળવવા થાય છે. ટેબલ ફેનમાં ખાસ વળાંક ધરાવતા પાંખિયા ગોળ ફરે ત્યારે પાછળની હવા આગળ ધકેલે છે. પંખાની શોધ ભારતમાં ઈસ્વી સન શરૂ થઈ એના ૫૦૦ વર્ષ પહેલાં થઈ ગઈ હતી. એ જમાનામાંં પંખા વાંસ વળીઓ પર પાંદડાના રેસાઓમાંથી બનાવેલો પડદો લગાવી બનાવવામાં આવતા હતા. બ્રિટિશ શાસનમાં રજવાડી ભારતીયો અને એમનું જોઈને અંગ્રેજો  પંખા વાપરતા હતા. એક મોટો પંખો છત પર લટકાવવામાં આવતો હતો. એને દોરડું બાંધવામાં આવતું. એન બીજો છેડો ઓરડાની એક દિવાલ પાસે લટકતો રહેતો. એક નોકર એ છેડો ખેંચીને છોડતા રહેતા. એનાથી પંખા હાલતો રહેતો અને હવા નીચે ફેંકાતી રહેતી હતી. એ જોઈ સામાન્ય લોકો હાથથી હલાવી શકાય એવા પંખા બનાવી વાપરવા લાગ્યા. બ્રિટિશ ઇજનેર જ્હોન થિયોફિલસ દેસગ્યુલેઅર્સે ૧૭૨૭માં ટેબલ ફેનની શોધ કરી. એ હાથથી અથવા દીવાની ગરમીથી ચાલતા. ૧૮૮૬ની આસપાસ સ્વિઅલર વ્હીલરે વીજળીથી ચાલતો પંખો શોધ્યો.