Farah Khan Special Gift For NewlyWeds Deepika And Ranveer
  • Home
  • Photo Gallery
  • દીપિકા-રણવીરને ફરાહ ખાન આપશે ખાસ ગિફટ, થઇ ગયો ખુલાસો, તસવીર આવી સામે!

દીપિકા-રણવીરને ફરાહ ખાન આપશે ખાસ ગિફટ, થઇ ગયો ખુલાસો, તસવીર આવી સામે!

 | 12:53 pm IST


થોડાંક દિવસ પહેલાં ફરાહ ખાને રણવીર સિંહ અને દીપિકા પાદુકોણની સાથે એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. તસવીર અંગે ખબર પડી છે કે રણવીર અને દીપિકા ફરાહ ખાનને પોતાના લગ્નનું કાર્ડ આપવા પહોંચ્યા હતા. હવે આ ત્રણેય સાથે જોડાયેલી બીજી એક નવી માહિતી સામે આવી છે. અસલમાં ફરાહ ખાન રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને લગ્નમાં એક ખાસ ગિફ્ટ આપવા જઇ રહ્યાં છે. આ ગિફટની તૈયારીઓ તેમણે ત્યારે જ કરી લીધી હતી જ્યારે તેઓ તેમને કાર્ડ આપવા પહોંચ્યા હતા.

ઇટલીના લેક કોમોમાં લગ્ન કરી રહેલા રણવીર-દીપિકાને ફરાહ ખાન તેમની હાથોની છાપથી બનેલ એક ખાસ મોમેંટો ગિફ્ટ આપશે. આ ગિફ્ટ કેવી હશે તેની તસવીરો સોશિયલ મીડિયા પર પહેલાં જ આવી ગઇ છે.

પ્રખ્યાત કાસ્ટિંગ આર્ટિસ્ટ ભાવના જસરા આ ગિફ્ટને બનાવામાં ફરાહની મદદ કરી રહ્યાં છે. ભાવનાની સાથે પણ રણવીર-દીપિકાની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર આવી છે.

રણવીર સિંહ અને દીપિકા પાદુકોણને ફરાહ ખાન આ ગિફ્ટ એટલા માટે પણ આપી રહ્યાં છે કારણ કે દીપિકાએ તમામને ગિફ્ટને લઇ આવવાની ના પાડી દીધી હતી. ગિફ્ટની જગ્યાએ દીપિકાએ કહ્યું કે લોકો ચેક લઇને આવે. આ ચેક દીપિકા પાદુકોણની એનજીઓમાં ચેરિટી તરીકે આપવામાં આવશે. તમામ ચેક આ એનજીઓના નામ પર જ હશે. એવામાં ફરાહ ખાને આ ખાસ ગિફ્ટ દીપિકા-રણવીરને આપવાનો નિર્ણય લીધો.

ઉલ્લેખનીય છે કે ફરાહ ખાન આ પ્રકારની એક ગિફ્ટ સાનિયા મિર્ઝાને પણ આપી ચૂકી છે. આ ગિફ્ટ તેણે સાનિયાને ત્યારે આપી જ્યારે તે મા બનવાની હતી.