fardeen khan opens up about being body shamed shocking photos
  • Home
  • Featured
  • Photos: વધી ગયેલા વજન અંગે ફરદીન ખાને તોડ્યું મૌન કહ્યુ કે…

Photos: વધી ગયેલા વજન અંગે ફરદીન ખાને તોડ્યું મૌન કહ્યુ કે…

 | 1:43 pm IST

બોલીવુડ એક્ટર ફરદીન ખાન લાંબા સમયથી ફિલ્મોમાંથી જાણે કે ગાયબ થઈ ગયો છે. ફરદીને 2010માં ‘દૂલ્હા બન ગયા મેં’ માં કામ કર્યુ હતુ. હાલ સોશિયલ મીડિયા પર ફરી એકવાર ચર્ચામાં આવેલા આ અભિનેતા તેની ફિલ્મોનાં કારણે નહી પણ તેના વજનને કારણે ચર્ચાઈ રહ્યો છે. સોશિયલ મીડિયામાં જ્યારે ફરદીન ટ્રોલ થયો ત્યારે આ અંગે મૌન તોડી તેણે કહ્યુ કે મને કોઈ વાતથી ફર્ક નથી પડતો. મારા માટે લોકો શું કહી રહ્યા છે હવે તે વિચારવાનું મે બંધ કરી દીધુ છે.

ફરદીન ખાન હાલમાં એક કાર્યક્રમમાં તેની પત્ની નતાશા અને બહેન સુઝૈન ખાન સાથે જોવા મળ્યો હતો, ફરદિનને જ્યારો બોડી શેમિંગ અને વજન પર સવાલો કરવામાં આવ્યા તેણે સણસણતો જવાબ આપતાં કહ્યુ કે મને લાગે છે મારા વજન સિવાય પણ ઘણી વાતો છે જે કરી શકાય તેમ છે. હું જે છું તે છુ. હુ મારી જાતને અરીસામા જોઈ શકુ ત્યાં સુધી સારૂ જ છે બધુ.

ફરદીને કહ્યુ મારા અંગે એલ ફેલ બોલવામાં આવે છે જ્યારે તે સાંભળુ મન ખાટું થઈ જાય છે. ખુબજ દર્દ થાય છે કેમકે હું પણ માણસ છુ યાર. વજન વધવુ શરીર બગડવુ એ મારા હાથમાં તો નથીને? ક્યારેક ક્યારેક કોઈ મારા અંગે આવી જ નકામી વાતો કરે ત્યારે હવે મને હસવુ આવે છે.

વર્ષ 2016માં ફરદીનની એક તસવીર સામે આવતા લોકો ચોંકી ઉઠ્યા હતા, ખુબજ લાગતો હેન્ડસમ આ એક્ટર આજે ખુબજ કદરૂપો અને ઓવર વેટના કારણે ખરાબ દેખાઈ રહ્યો છે.

બોલીવુડમાં કમબેક કરવાના મામલે ફરદીને કહ્યુ કે હા મારે એક્ટીંગ કરવી છે, પણ હવે હું ડાયરેક્શન કે પ્રોડ્યુસરની ભુમિકા નિભાવીશ. હું ટુંક સમયમાં આ ક્ષેત્રે પરત ફરીશ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન