Farhan Akhtar and Sibani Dandekar Will Merry Soon
  • Home
  • Featured
  • Photos: 45 વર્ષનો ફરહાન અખ્તર બોલીવુડની આ હૉટ સિંગર સાથે બહુ જ જલદી કરશે લગ્ન

Photos: 45 વર્ષનો ફરહાન અખ્તર બોલીવુડની આ હૉટ સિંગર સાથે બહુ જ જલદી કરશે લગ્ન

 | 4:26 pm IST

ગયા વર્ષને બોલીવુડમાં લગ્નનાં વર્ષ તરીકે ઓળખવામાં આવશે. તો આ વર્ષે પણ જાણીતા બોલીવુડ કલાકારો લગ્ન કરી શકે છે. આમાં શિબાની દાંડેકર અને ફરહાન અખ્તરનું નામ પણ સામેલ છે. અત્યારે બંને એકબીજાનાં ગડાડૂબ પ્રેમમાં છે. ઉલ્લેખનીય છે કે 9 જાન્યુઆરીનાં રોજ ફરહાન અખ્તર પોતાનો 45મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. એક રીપોર્ટ પ્રમાણે શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર જલદી લગ્નનાં બંધનમાં બંધાઈ શકે છે. એટલું જ નહીં, બંનેએ લગ્નની તારીખ અને દિવસ પણ નક્કી કરી દીધો છે.

સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બંને માર્ચ અથવા એપ્રિલમાં લગ્ન કરી શકે છે. એટલા સુધી સંભળાઈ રહ્યું છે કે બંનેએ સગાઈ પણ કરી લીધી છે. જો કે ફરહાન અખ્તર કે શિબાનીએ આ વિશે કોઈ નિવેદન આપ્યુ નથી. ઉલ્લેખનીય છે શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. ફરહાનને જન્મદિવસ પર શુભકામનાં આપતા શિબાનીએ  ઇન્સ્ટાગ્રામ પર એક પૉસ્ટ પણ કરી હતી. 

ફરહાન અખ્તરે 2017માં અધુના ભબાનીને તલાક આપ્યા હતા. ત્યારબાદ ફરહાનનું નામ શ્રદ્ધા કપૂર સાથે જોડાયું હતુ. જો કે બંનેનો સંબંધ લાંબો ચાલ્યો નહીં અને બ્રેકઅપ થયું. શ્રદ્ધા કપૂર સાથેનાં બ્રેકઅપ બાદ ફરહાન અખ્તર બોલીવુડ સિંગર, એક્ટ્રેસ શિબાની દાંડકરને ડેટ કરી રહ્યો છે.