Farhan Akhtar Enjoyed Holi Celebration With Girlfriend Shibani
  • Home
  • Featured
  • Photos: ધૂળેટીમાં શબાના-જાવેદ અખ્તરનો શાનદાર અંદાજ, ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો ફરહાન

Photos: ધૂળેટીમાં શબાના-જાવેદ અખ્તરનો શાનદાર અંદાજ, ગર્લફ્રેન્ડ સાથે જોવા મળ્યો ફરહાન

 | 7:08 pm IST

સેલેબ્રિટીની હોળી પાર્ટીની તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. આ સૌમાં ખાસ છે જાવેદ અખ્તર અને શબાના આઝમીની હોળી પાર્ટી. કપલનું હોળી સેલિબ્રેશન તેમના ઘરે રાખવામાં આવ્યું હતુ, જ્યાં ટીવી અને બોલીવુડ સેલિબ્રેટી જોવા મળ્યા હતા. શબાના આઝમીએ મહેમાનો સાથે હોળીની ઉજવણી કરી હતી. આ હોળી પાર્ટીમાં ડાંસ પણ કરવામાં આવ્યો. સફેદ સલાવર સૂટ અને લાલ દુપટ્ટામાં શબાના આઝમી હોળી પાર્ટીમાં જોવા મળી. માથા પર શબાનાએ લાલ સાફો બાંધ્યો છે.

શબાના આઝમીની હોળી પાર્ટીમાં ફરહાન અખ્તર પોતાની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે પહોંચ્યો હતો. શબાનાએ ફરહાન અખ્તર અને શિબાની સાથે પોઝ આપ્યો હતો. અહીં સેલિબ્રિટી સફેદ કપડામાં જોવા મળ્યા હતા અને રંગોથી તેમના ચહેરાઓ ઘણા જ સુંદર લાગી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે શ્રીદેવીનાં નિધનનાં કારણે તેમણે હોળી સેલિબ્રેશન રદ્દ કર્યું હતુ. આ પાર્ટીમાં ઝોયા અખ્તર પણ પહોંચી હતી. આ વર્ષે તેમના નિર્દેશનમાં બનેલી ફિલ્મ ‘ગલી બૉય’એ બૉક્સ ઑફિસ પર સારું પ્રદર્શન કર્યું. ફરહાન અખ્તરે પોતાની ગર્લફ્રેન્ડ શિબાની દાંડેકર સાથે ફૉટો ક્લિક કરાવ્યા હતા. બંને પોતાના રીલેશનનાં કારણે અત્યારે ચર્ચામાં છે.

આ પાર્ટીમાં મહિમા ચૌધરી પોતાની દીકરી સાથે પહોંચી હતી. આ ઉપરાંત સિંગર અલકા યાજ્ઞિક પણ શબાના-જાવેદ અખ્તરની હોળી પાર્ટીમાં પહોંચ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન