Farhan Akhtar's Girlfriend Shibani Dandekar Shared Bold Photos
  • Home
  • Featured
  • Photos: ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કરી હૉટ તસવીરો

Photos: ફરહાન અખ્તરની ગર્લફ્રેન્ડે બિકિનીમાં શેર કરી હૉટ તસવીરો

 | 6:39 pm IST

બોલીવુડ અભિનેત્રી શિબાની દાંડેકરે તાજેતરમાં પોતાના ઇન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે. આ તસવીરોમાં શિબાની ઘણી જ હૉટ લાગી રહી છે. તસવીરોમાં તે બિકિનીમાં કહેર વરસાવી રહી છે. તો બીજી તરફ તે બીચનાં કિનારે એકદમ બૉલ્ડ અંદાજમાં જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે શિબાની દાંડેકર ફરહાન અખ્તરને ડેટ કરી રહી છે. એક તસવીરમાં શિબાની પોતાની ફ્રેન્ડ સાથે સનબાથ લેતી જોવા મળી રહી છે.

તો બીજી તરફ ફરહાન અખ્તરે પણ શિબાની સાથેની એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. ફરહાન અખ્તર તલાક બાદ શ્રદ્ધા કપૂરને ડેટ કરી રહ્યો હતો. જો કે આ સંબંધ લાંબો ચાલ્યો નહીં અને ફરહાનનું નામ શિબાની સાથે જોડાયુ. બંને ઘણીવાર એકબીજા સાથે જોવા મળ્યા છે. ફરહાન અખ્તરે શિબાની સાથે ફૉટો પૉસ્ટ કરતા જ લોકોએ તેને જોરદાર ટ્રોલ કર્યો હતો.

તસવીર પોસ્ટ કરતા ફરહાને કેપ્શનમાં લખ્યું હતુ કે, ‘જુઓ અચાનક મારી કોનાથી મુલાકાત થઈ ગઈ. તમને એકવાર ફરી મળીને ઘણું સારું લાગ્યું.’ જો કે લોકોએ ફરહાનનું આ જૂઠ પકડી પાડ્યું હતુ અને તેને જોરદાર ટ્રોલ કર્યો હતો.