Farmer Dead During Public Rally Of Jyotiraditya Scindia
  • Home
  • Featured
  • જ્યોતિરાદિત્ય સિંધિયાની જનસભામાં ખેડૂતનું મોત, ભાષણ ચાલું રાખવા પર કૉંગ્રેસે કર્યા પ્રહાર

જ્યોતિરાદિત્ય સિંધિયાની જનસભામાં ખેડૂતનું મોત, ભાષણ ચાલું રાખવા પર કૉંગ્રેસે કર્યા પ્રહાર

 | 11:37 pm IST

મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં 28 સીટો પર થનારી પેટા ચૂંટણી (By-election) માટે અત્યારે રાજ્યના નેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગ્યા છે, પરંતુ આ જ ચૂંટણીસભા દરમિયાન ખંડવા જિલ્લાની મંધાતા સીટ પર ચૂંટણીસભામાં આવેલા એક ખેડૂતનું મોત થઈ ગયું, જેના પર હવે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ સભામાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારના પક્ષમાં સભા કરવા જ્યોતિરાદિત્ય સિંધિયા (Jyotiraditya Scindia) પહોંચ્યા હતા.

સ્થાનિક નેતાઓનું ભાષણ ચાલી રહ્યું હતુ

ઉલ્લેખનીય છે કે મંધાતા વિધાનસભા વિસ્તારની પેટાચૂંટણીમાં રવિવારના બીજેપીના સ્ટાર પ્રચારક જ્યોતિરાદિત્ય સિંધિયા ચૂંટણી સભાને સંબોધિત કરવા આવ્યા હતા. સિંધિયાના આવ્યા પહેલા સ્થાનિક નેતાઓનું ભાષણ ચાલી રહ્યું હતુ. આ દરમિયાન જ્યારે પંધાનાથી બીજેપી ધારાસભ્ય રામ દાંગોરે ભાષણ આપી રહ્યા હતા, ત્યારે ત્યાં રહેલા 80 વર્ષના ખેડૂત જીવન સિંહનું અચાનક મોત થઈ ગયું.

સિંધિયાએ આપી શ્રદ્ધાંજલિ, એક મિનિટનું રાખ્યું મૌન

ખેડૂતનું મોત થતા જ આસપાસની ખૂરશીઓ પર બેઠેલા લોકો વેર-વિખેર થઈ ગયા. જો કે તેમ છતા પણ નેતાઓનું ભાષણ રોકાયું નહીં. થોડીવાર બાદ જનસભામાં જ્યોતિરાદિત્ય સિંધિયા પણ પહોંચી ગયા. જો કે તેમના આવવાથી પહેલા મૃતદેહને ત્યાંથી લઇ જવામાં આવ્યો હતો, પરંતુ સિંધિયાને જ્યારે ખેડૂતના મોતના સમાચાર મળ્યા તો તેમણે શ્રદ્ધાંજલિ આપતા એક મિનિટનું મૌન રખાવ્યું અને ત્યારબાદ ભાષણ શરૂ કર્યું.

કૉંગ્રેસે કર્યો પ્રહાર

જો કે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે કે જ્યારે કોરોનાના ખતરાને જોતા ભીડભાડવાળી જગ્યાએ ઘરડા લોકોના આવવા-જવાની મનાઈ છે તો રાજકીય સભામાં 80 વર્ષા વૃદ્ધને આવવા કેમ દેવાયા? કૉંગ્રેસ આ વાતને લઇને બીજેપીને ઘેરી રહી છે કે એક ખેડૂતના મોત બાદ પણ જનસભાને કેમ ચાલું રાખવામાં આવી.

આ વિડીયો પણ જુઓ: કરોડો રૂપિયાની કચરા પેટી જોવા મળી ભંગારમાં

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન