Farmer protest and farm law when lawyer ML Sharma: CJI
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકતા જ આ વકીલે CJIને કહ્યું- તમે તો સાક્ષાત ભગવાન

કૃષિ કાયદા પર સુપ્રીમ કોર્ટે સ્ટે મૂકતા જ આ વકીલે CJIને કહ્યું- તમે તો સાક્ષાત ભગવાન

 | 2:30 pm IST
  • Share

કૃષિ કાયદા (Agri Law)ઓ પર સુપ્રીમ કોર્ટ (Supreme Court) એ વચગાળાનો સ્ટે મૂકવાનો આદેશ આપ્યા બાદ કૃષિ કાયદાનો વિરોધ કરનાર વકીલ એમ.એલ.શર્મા એ ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે (Chef Justice S.A.Bobde)ના ભરપેટ વખાણ કર્યા. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ત્રણેય કૃષિ કાયદા પર સ્ટે મૂકતા ખેડૂતો (Farmers)ના મુદ્દાના સમાધાન માટે કમિટીની રચના કરવાનો આદેશ આપ્યો છે.

એમ.એલ.શર્મા બોલ્યા- તમે સાક્ષાત ભગવાન

કૃષિ કાયદાનો વિરોધ કરનાર વકીલ એમ.એલ.શર્મા એ સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ચીફ જસ્ટિસ એસ.એ.બોબડેને સાક્ષાત ભગવાન ગણાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે શર્મા સતત કેન્દ્ર સરકારના કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા હતા. તેમણે આ કાયદાને ખેડૂતોની વિરૂદ્ધ ગણાવ્યો હતો.

સુપ્રીમ કોર્ટે બનાવી દીધી ચાર સભ્યોની કમિટી

સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં આ મુદ્દાના સમાધાન માટે ચાર સભ્યોની કમિટી બનાવી દીધી છે. કમિટીમાં ભૂપિંદર સિંહ માન (અધ્યક્ષ બેકીયુ), ડૉ.પ્રમોદ કુમાર જોશી (આંતરરાષ્ટ્રીય પૉલિસી હેડ), અશોક ગુલાટી (કૃષિ નિષ્ણાત), અને અનિલ ધનાવત (શિવકેરી સંગઠન, મહારાષ્ટ્ર) હશે.

સુપ્રીમ કોર્ટે આજે પણ સરકારને ખખડાવી

સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટ અને ચીફ જસ્ટિસે સરકાર અને ખેડૂત સંગઠનોને બરાબરના ખખડાવ્યા હતા. કોર્ટે કહ્યું કે તેઓ કાયદાની માન્યતા અને નાગરિકોના જીવનને લઇ ચિંતિત છે. ચીફ જસ્ટિસે કહ્યું કે આ કમિટી બધાનું સાંભળશે. જેને પણ આ મુદ્દાનું સમાધાન જોઇએ તે કમિટીની પાસે જઇ શકે છે. આ કોઇ આદેશ રજૂ કરશે નહીં કે તમને સજા આપશે નહીં. આ માત્ર અમને તમારો રિપોર્ટ સોંપશે. તેમણે કહ્યું કે અમે એક કમિટીની રચના કરીએ છીએ જેથી કરીને અમારી પાસે એક તસવીર સ્પષ્ટ હોય. અમે એ નથી સાંભળવા માંગતા કે કિસાન કમિટીની પાસે જશે નહીં. અમે સમસ્યાનું સમાધાન કરવા માંગીએ છીએ. જો તમે અનિશ્ચિતકાળ માટે પ્રદર્શન કરવા માંગો છો તો તમે આમ કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન