Farmers built 20 bore dams in the 22 km long river
  • Home
  • Gujarat
  • સરકારનું કામ ખેડૂતોએ કર્યું, 22 કિલોમીટર લાંબા નદીના પટમાં 20 બોરીબંધ બાંધ્યા

સરકારનું કામ ખેડૂતોએ કર્યું, 22 કિલોમીટર લાંબા નદીના પટમાં 20 બોરીબંધ બાંધ્યા

 | 3:30 pm IST

500 ખેડૂતોએ રૂપિયા ત્રણ લાખના ખર્ચે 22 કિલોમીટર લાંબા વિસ્તારમાં 20 બોરીબંધ બાંધી જળ સંચયની કામગીરીના વેગવંતુ બનાવ્યું છે. માળીયા તાલુકાની મેઘલ નદી ઉપર બંધાયેલા ચેકડેમોમાં પાણી સંગ્રહ કરવા માટે ખેડૂતોએ સ્વખર્ચે બોરીબંધ બાંધ્યા છે.

જળ સંચય માટે માળિયા તાલુકો જાગૃત બન્યો છે માળીયાના મેકલ કોર ગ્રુપ દ્વારા જળ સંચય કામોને વેગ મળ્યો છે. માળીયા તાલુકામાંથી પસાર થતી ને ઘર નદીમાં 20 વર્ષ પહેલા બારેમાસ પાણી રહેતું ન હતું. શિયાળાની ઉનાળાના સમયમાં પિરિયડ માટેની સમસ્યા ઊભી થતી હતી ત્યારે આગાખાન સંસ્થા દ્વારા મેઘલ નદી ઉપર ચેકડેમ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું હતું. આઠ વર્ષના ગાળામાં આ નદી ઉપર 306 જેટલા નાના-મોટા ચેકડેમ બનાવવામાં આવ્યા હતા. જેના કારણે નદીમાં બારેમાસ પાણી વહેવા લાગ્યું છે. આ બધી રીતે કામ શરૂ રહે તે માટે માળિયા તાલુકાના આગેવાનો દ્વારા મેઘલ કોર ગૃપની રચના કરવામાં આવી છે. જેમાં આજે પણ આ ગ્રુપ દ્વારા સ્વખર્ચે આ નદી ઉપર બોરીબંધ બનાવવાની કામગીરી શરૂ છે.

નિગમ નદીના વહેતા પાણી રોકવા માટે અલગ-અલગ ગામડાઓમાંથી 500થી વધુ ખેડૂતો જોડાયા છે અને વિવિધ નદીઓના પાણીના વહેણને બોરીબંધ દ્વારા રોકી બારેમાસ પિયત માટે પાણી મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આજે આ વિસ્તારના ખેડૂતો શિયાળો ઉનાળો અને ચોમાસું એમ ત્રણેય પાક લેતા થયા છે. સાથે સાથે નદીમાં પાણી રહેવાના કારણે કૂવાને બોર્ડના થર ઊંચા આવતા પાણીની સમસ્યાને પણ મહદ અંશે ઉકેલ આવ્યો છે. આ વિસ્તાર માટે મેઘલ નદીએ જીવાદોરી સમાન બની રહી છે નદી ઉપર પાણી સંગ્રહ અને બોરી બંધ બાંધી ગ્રુપ દ્વારા ભગીરથ કાર્ય કરતા ખેડૂતો અને ગામ લોકોમાં પણ ભારે આનંદની લાગણી છવાઈ છે. ખેડૂતો પાસેથી માત્ર ત્રણ લાખ રૂપિયાનું ફંડ ઉઘરાવી 22 કિલોમીટર લાંબા પટમાં 20 જેટલા બોરીબંધ બાંધી પાણીનો સંગ્રહ કરવામાં આવી રહ્યો છે આ નદી પર આશરે 52 જેટલા ગામડાઓ આવેલા છે દરેક ગામના ખેડૂતો દ્વારા આ કાર્યમાં ભાગીદાર બન્યો છે.

આ વીડિયો પણ જુઓ: વલસાડ- વાપીમાં લાખો લીટર પાણીનો બગાડ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન