Farmers celebrate Lohri by burning copies of agricultural laws
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ખેડૂતો આકરા પાણીએ, કૃષિ કાયદાની નકલોને ભડકે બાળી કરી લોહરીની ઉજવણી

ખેડૂતો આકરા પાણીએ, કૃષિ કાયદાની નકલોને ભડકે બાળી કરી લોહરીની ઉજવણી

 | 8:11 am IST
  • Share

કૃષિ કાયદા રદ કરાવવા માટે કેન્દ્ર સરકાર સામે જંગે ચઢેલા ખેડૂત સંગઠનો ૪૯ દિવસે પણ આંદોલન ચાલુ રાખવા મક્કમ છે. બુધવારે ખેડૂત સંગઠનો દ્વારા દિલ્હીની વિવિધ સરહદે જ્યાં તેઓ તંબુ તાણીને બેઠા છે ત્યાં લોહરીના પર્વની ઉજવણી કરવામાં આવી હતી. ખેડૂતોએ સિંધુ સરહદે ભેગા થઈને લોહરીની ઉજવણી કરી હતી અને તેના માટે પ્રગટાવવામાં આવેલી આગમાં તલ, ગોળ, ગજક, રેવડી અને સિંગના બદલે કૃષિ કાયદાની નકલો હોમી દીધી હતી. દેશભરમાં ૨૦ હજાર સ્થળોએ કૃષિ કાયદાની નકલો આગમાં હોમી દેવામાં આવી હતી અને લોહરી ઊજવવામાં આવી હતી. ખેડૂતોએ જણાવ્યું કે, કાયદા તો સરકારે પાછા ખેંચવા જ પડશે. બીજી તરફ રાકેશ ટિકૈતે જણાવ્યું કે, અમે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા છીએ. આંદોલન દરમિયાન કોઈપણ વ્યક્તિ દેશદ્રોહની વાત કરતી નજરે પડે તો સરકાર તેની ધરપકડ કરી શકે છે. અહીંયા ખેડૂતો માત્ર કાયદાના વિરોધમાં ભેગા થયા છે.

મહત્ત્વની વાત એ છે કે, ખેડૂતો દ્વારા એક સરહદે કાયદાની નકલો બાળવામાં આવ્યા બાદ ખેડૂત સાથીઓમાં તલ અને ગોળનો પ્રસાદ વહેંચવામાં આવ્યો હતો. ખેડૂત નેતાઓએ જણાવ્યું કે, સરકારે ૧૦ વર્ષ જૂના ટ્રેક્ટર પર પ્રતિબંધ મૂક્યોછે પણ અમે દિલ્હીના રાજમાર્ગો ઉપર આ ટ્રેક્ટરો ચલાવીને બતાવીશું.

આંદોલન કરનારાને મૂળ મુદ્દાની ખબર જ નથી : હેમા માલિની  

ભાજપના સાંસદ હેમા માલિનીએ જણાવ્યું હતું કે, ખેડૂતોની સાથે જોડાઈને જે લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેમને ખબર જ નથી કે તેઓ શું ઈચ્છે છે અને કૃષિ કાયદાઓમાં શું મુુશ્કેલીઓ રહેલી છે કે કોઈ સુધારા વધારાની જરૂર છે. આ બાબત જ સ્પષ્ટ કરે છે કે, તેઓ કોઈના ઈશારે વિરોધ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન