ખેડૂતોને દિવાળીની ભેટ : રવી સિઝન માટે MSPમાં રૂ. ૩૦થી રૂ. ૮૪૫ સુધીનો વધારો - Sandesh
  • Home
  • Diwali - 2018
  • ખેડૂતોને દિવાળીની ભેટ : રવી સિઝન માટે MSPમાં રૂ. ૩૦થી રૂ. ૮૪૫ સુધીનો વધારો

ખેડૂતોને દિવાળીની ભેટ : રવી સિઝન માટે MSPમાં રૂ. ૩૦થી રૂ. ૮૪૫ સુધીનો વધારો

 | 1:18 am IST

। નવી દિલ્હી ।

લઘુતમ ટેકાના ભાવ, લોનમાફી સહિતની માગણીઓના સંદર્ભમાં મંગળવારે દિલ્હીમાં ખેડૂતોના ઉગ્ર દેખાવોને પગલે કેન્દ્રની મોદી સરકારે બુધવારે રવી પાકના લઘુતમ ટેકાના ભાવો વધારવાની જાહેરાત કરી છે. બુધવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. કેબિનેટે વર્ષ ૨૦૧૮-૧૯ની રવી સિઝન માટે ઘઉંના લઘુતમ ટેકાના ભાવમાં રૂપિયા ૧૦૫, મસૂરમાં રૂપિયા ૨૨૫, સૂર્યમુખીમાં રૂપિયા ૮૪૫ અને કઠોળમાં રૂપિયા ૨૨૦ પ્રતિ ક્વિન્ટલ સુધીનો વધારો કરવાને મંજૂરી આપી છે.

કૃષિ સલાહકાર સંસ્થા સીએસીપી અને ખેડૂતોને તેમના ખર્ચ કરતાં દોઢા ટેકાના ભાવ આપવાની સરકારની જાહેરાતના સંદર્ભમાં રવી સિઝનના પાકો માટે આ વધારો જાહેર કરાયો છે.

કેન્દ્રીય કેબિનેટ દ્વારા જારી કરાયેલાં નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે, જાહેર કરાયેલા પાકના લઘુતમ ટેકાના ભાવથી ખેડૂતોની આવકમાં રૂપિયા ૬૨,૬૩૫ કરોડનો વધારો થશે. સરકારે આ વધારા દ્વારા ખેડૂતોને ખર્ચના ઓછામાં ઓછા ૫૦ ટકા વધુ ટેકાના ભાવ આપવા અને ખેડૂતોની આવક બમણી કરવાની દિશામાં પ્રયાસ કર્યો છે.

સરકારની આ જાહેરાત સાથે ઘઉંના લઘુતમ ટેકાના ભાવ રૂપિયા ૧,૮૪૦ પ્રતિ ક્વિન્ટલ પર પહોંચ્યા છે. કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કેબિનેટની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું હતું કે, ૨૦૧૭-૧૮ની રવી સિઝનમાં ઘઉંની એમએસપી રૂપિયા ૧,૭૩૫ ચૂકવાઈ હતી. કૃષિમંત્રી રાધામોહન સિંહે જણાવ્યું હતું કે, તમામ રવી પાકની એમએસપી ઉત્પાદનખર્ચના ૫૦થી ૧૧૨ ટકા વધુ છે.

રવી સિઝન માટે લઘુતમ ટેકાના ભાવ

પાક            ૨૦૧૮-૧૯     ૨૦૧૭-૧૮     વધારો 

ઘઉં             ૧,૮૪૦                 ૧,૭૩૫        ૧૦૫

જવ            ૧,૪૪૦                 ૧,૪૧૦                 ૩૦

ચણા           ૪,૬૨૦                 ૪,૪૦૦                 ૨૨૦

મસુર           ૪,૨૭૫                 ૪,૨૫૦        ૨૨૫

રાઈ            ૪,૨૦૦        ૪,૦૦૦                 ૨૦૦

સૂર્યમુખી        ૪,૯૪૫                 ૪,૧૦૦        ૮૪૫

(રૂપિયા પ્રતિ ક્વિન્ટલ)

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન