કુદરતની માર અને સરકારની બેદરકારીનો ભોગ બનેલ ખેડૂત પરિવારની દયનીય સ્થિતિ - Sandesh
  • Home
  • Gujarat
  • કુદરતની માર અને સરકારની બેદરકારીનો ભોગ બનેલ ખેડૂત પરિવારની દયનીય સ્થિતિ

કુદરતની માર અને સરકારની બેદરકારીનો ભોગ બનેલ ખેડૂત પરિવારની દયનીય સ્થિતિ

 | 4:40 pm IST

કુદરત તો રૂઠી પરંતુ સરકાર પણ હક નહી આપતા જેતપુર તાલુકાના ખેડૂતો બેહાલ થયા છે, એક તરફ પાક નિષ્ફળ ગયો છે અને બીજી તરફ ખેડૂતોને તેનો હકનો પાક વીમો નહિ મળતા ખેડૂત અને તેનો પરિવાર દયનિય પરિસ્થિતિમાં શું કરવું જીવું કે મરી જવું તેવી હાલતમાં આવી ગયેલ છે. આ ઘટના છે જેતપુર તાલુકાના દેરડી ગામની. વર્ષ 2016-17માં નિષ્ફળ ગયેલ પાકની વીમો જેતપુર SBI બેન્ક દ્વારા નથી ચુકવાયો અને આ વર્ષે પણ પાક નિષ્ફળ જતા ખેડૂતની હાલત દયનિય બની છે,

પ્રાપ્ત માહિતી અનુસાર, જેતપુર તાલુકાનું દેરડી ગામ અને ત્યાં જ રહેતા બે ભાઈઓ સુરેશ ભાઈ હીરાભાઈ અને તેનો પરિવાર રહે છે અને તેમના ઘરની હાલત જોતા ખેડૂત કંગાળ થઇ ગયા હોય તેવું લાગે છે. તેવો પાસે પૂર્વજોની આપેલી ખેતી લાયક જમીન છે પરંતુ ગત વર્ષે ઓછા વરસાદને પગલે તેમાં કોઈ પૂરતી ઉપજ નથી આવી. ગત વર્ષ 2016-17માં ઓછા વરસાદના કારણે તેવોનો મોટા ભાગનો પાક નિષ્ફળ ગયેલ હતો. સાથે જ આ વર્ષે પણ કુદરત રૂઠી છે અને ફરી ઓછો વરસાદ થયો છે. જેને જોતા ખેતરમાં ફરીથી પાક નિષ્ફળ જવાની નોબત.

સુરેશ ભાઈએ પાક વીમા માટે સરકારને ધારા ધોરણ મુજબનું પ્રિમયમ ભરી ચુક્યા છે પરંતુ છેલ્લા દોઢ વર્ષથી સરકાર દ્વારા વીમો મંજુર થયો હોવા છતાં જેતપુરની SBI બેન્ક દ્વારા વીમો ચુકવાયો નથી હાલ તો તેવોનો પરિવાર રડવા સિવાય કાંઈ કરી સકતા નથી.

કુદરતની માર ખાધેલ અને સરકારની બેદરકારીનો ભોગ બનેલ આ પરિવાર હાલ તો પરિસ્થતિ સામે જજુમી રહ્યો છે, પોતાના વાડી વજીફા હોવા છતાં આ પરિવારને ઘરની સ્ત્રીઓની સાથે બહાર મજૂરી કરવાનો વારો આવ્યો છે, તેમાં પણ ઘરની સ્ત્રીઓ તેના બાળકોના ચહેરા જોતાજ અને ચૂલો જોતા અનાજ વગર શું પકવું તે વિચાર સાથે જ આંખમાં આશું અને પાણી સ્પષ્ટ દેખાય આવે છે.

કુદરતની માર અને સરકારની બેદરકારીનો ભોગ બનેલ આ ખેડૂત પરિવાર હાલ તો કોઈ મદદ અને સહાયની રાહ જોઈ રહ્યો છે. સરકાર જાગૃત થાય અને તાત્કાલિક ધોરણે પાક વીમો ચૂકવે તેવી આશા રાખી રહ્યા છે.

આ વીડિયો પણ જૂઓ: જેતપુરમાં લૂંટેરી દુલ્હનને અને દલાલને પકડી પાડતી પોલીસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન