ખેડૂતોની આવક વધારવા કેબિનેટે કૃષિ નિકાસ નીતિને આપી મંજૂરી - Sandesh
  • Home
  • Business
  • ખેડૂતોની આવક વધારવા કેબિનેટે કૃષિ નિકાસ નીતિને આપી મંજૂરી

ખેડૂતોની આવક વધારવા કેબિનેટે કૃષિ નિકાસ નીતિને આપી મંજૂરી

 | 7:00 am IST

। નવી દિલ્હી ।

વર્ષ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કવાની દિશામાં સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે. આ લક્ષ્યને સિદ્ધ કરવાની નેમ સાથે કેબિનેટે કૃષિનિકાસનીતિને મંજૂરી આપી છે. કેન્દ્રીય વાણિજ્યપ્રધાન સુરેશ પ્રભુએ પત્રકાર પરિષદને સંબોધતાં આ માહિતી આપી હતી. માનવામાં આવે છે કે સરકારના આ નિર્ણયોને પગલે વિદેશી બજારોમાં ભારતની ભાગીદારી વધારવામાં મદદ મળશે. ઉલ્લેખનીય છે કે સરકારે એગ્રો પ્રોડક્ટ નિકાસને બમણી કરવાનું લક્ષ્ય રાખ્યું છે.

નાણાપ્રધાન અરુણ જેટલીએ જણાવ્યું હતું કે, કેબિનેટ દ્વારા સરકારની આરઈસી (રૂરલ ઇલેક્ટ્રિફિકેશન કોર્પોરેશન)માં રહેલી ૫૨.૬૩ ટકા ભાગીદારી, વહીવટી હસ્તાંતરણ સાથે પીએફસી(પાવર ફાઇનાન્સ કોર્પોરેશન)ને વેચવા મંજૂરી આપી દીધી છે. કેબિનેટે નેશનલ પેન્શન યોજનામાં ફેરફાર કરવા પણ મંજૂરી આપી દીધી છે. નવી યોજનામાં જૂની યોજનાની સુવિધાઓ સામેલ રહેશે. કેબિનેટે તે સાથે જલિયાવાલા બાગ નેશનલ મેમોરિયલ એક્ટ ૧૯૫૧માં સુધારા કરવા પણ નિર્ણય લીધો હતો.

કેબિનેટે નેશનલ મિશન ઓન ઇન્ટરડિસિપ્લિનરી સાયબર-ફિઝિકલ સિસ્ટમ હેઠળ ૧૫ ટેક્નોલોજી ઇનોવેશન હબ્સ, ૬ એપ્લિકેશન ઇનોવેશન હબ અને ૪ ટેક્નોલોજી ટ્રાન્સલેશન રિસર્ચ હબ્સ ઊભાં કરવા પણ નિર્ણય લીધો હતો.

નવી કૃષિ નિકાસ નીતિ ઊડતી નજરે

નવી કૃષિ નિકાસ નીતિ હેઠળ મોટાભાગની ઓર્ગેનિક અને એગ્રો પ્રોસેસ્ડ પ્રોડક્ટ્સ પરના નિકાસ નિયંત્રણો દૂર કરવામાં આવ્યા છે. હાઇ વેલ્યૂ, વેલ્યૂ એડેડ અને પેરિશેબલ પ્રોડક્ટને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોને પણ આવી પેદાશો પરના મંડી વેરા જેવા નિયંત્રણો દૂર કરવા જણાવ્યું છે. નિકાસ માટે કેટલાક બંદરગાહની નોડલ પોર્ટ તરીકે અલગ તારવામાં આવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન